________________
મિશ્રદષ્ટિ:
જેઓ એકાંતતઃ સમ્યગરૂપ પ્રતિપતિથી સમજણ રહિત હોય તેમને મિશ્રદષ્ટિ કહે છે. દંડકમાં દષ્ટિ -
विगल दु दिट्ठी, थावरमिच्छति सेस तिय दिट्ठी ॥२८॥ ગાથાર્થ :
વિક્લેન્દ્રિયને મિથ્યાદષ્ટિ અને સમ્યગૃષ્ટિ એ બે દૃષ્ટિ હોય છે. મિથ્યાદષ્ટિ સર્વ વિક્લેન્દ્રિયોને સર્વ અવસ્થામાં હોય છે. પરંતુ સમ્યગ્દષ્ટિ તો સાસ્વાદાન સમ્યક્તવાળો કોઈ જીવ અન્ય સ્થાનેથી આવી વિક્લેન્દ્રિયપણે ઉત્પન્ન થયો હોય તે વખતે અપર્યાપ્ત અવસ્થામાં હોય છે. અને પર્યાપ્ત અવસ્થામાં તો અવશ્ય મિથ્યાત્વદષ્ટિ જ થાય છે.
સ્થાવરના પાંચેય દંડકોમાં એક મિથ્યાદષ્ટિ જ હોય છે. અને બાકીના ૧૬ દંડકના જીવોને મિથ્યાદૃષ્ટિ, સમ્યગ્દષ્ટિ અને મિશ્રદષ્ટિ એ ત્રણે દૃષ્ટિઓ હોય છે.
અર્થાતુ ૩ વિક્લેન્દ્રિયને મિથ્યાષ્ટિ અને સમ્યગ્દષ્ટિ એ બે દૃષ્ટિઓ હોય છે. ૫ સ્થાવરને એક મિથ્યાદૃષ્ટિ છે અને બાકીના ૧૬ દંડકમાં ૩ દષ્ટિઓ હોય છે. આગમમાં દૃષ્ટિની વિચારણા -
નારકી, દેવો, ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિકમાં તેમજ તિર્યંચ પંચેન્દ્રિય, અને સંજ્ઞી મનુષ્યમાં સમ્યગ્દષ્ટિ, મિથ્યાષ્ટિ અને મિશ્રષ્ટિ એ ત્રણેય દૃષ્ટિઓ હોય છે. કોઈ જીવ સમ્યગ્દષ્ટિ, કોઈ જીવ મિથ્યાદષ્ટિ અને કોઈ જીવ મિશ્રદષ્ટિ છે. એક જ જીવમાં અથવા એક જ નારક આદિમાં ત્રણ દૃષ્ટિઓ સમજવી ન જોઈએ. કેમકે પરસ્પર વિરોધી હોવાને કારણે એક જીવમાં, એક સમયમાં, એક જ દષ્ટિ હોઈ શકે છે.
પૃથ્વીકાયિક, અપકાયિક, તેઉકાયિક, વાઉકાયિક અને વનસ્પતિકાયિક જીવ એ પાંચ સ્થાવરના જીવ સમ્યગ્દષ્ટિ નથી હોતા. તેઓ બધા મિથ્યાદૃષ્ટિ હોય છે. તેઓમાં મિશ્રદષ્ટિ પણ નથી. સાસ્વાદાન સમકિત યુક્ત જીવ પણ પૃથ્વીકાય આદિમાં ઉત્પન્ન થતા નથી.
૩૧૮