________________
દેવોમાં બધાથી ઓછા ક્રોધ સમુદ્યાતથી સમવહત છે. કેમકે દેવોમાં સ્વભાવતઃ લોભની પ્રચુરતા હોય છે. તેનાથી માન સમુદ્ધાતથી સમવહત સંખ્યાતગણી છે. તેથી માયા સમુદ્યાતથી સમવહત સંખ્યાતગણી છે. તેથી લોભ સમુદ્યાતથી સમવહત સંખ્યાતગણા છે. તેથી અસમવહત સંખ્યાતગણા છે.
પાંચ સ્થાવર અને ત્રણ વિક્લેન્દ્રિયોમાં બધાથી ઓછા માન સમુઘાતથી સમવહત છે. તેનાથી ક્રોધ સમુઘાતથી સમવહત વિશેષાધિક છે. તેનાથી માયા સમુદ્યાતથી સમવહત વિશેષાધિક છે. તેનાથી લોભ સમુદ્યાતથી સમવહત વિશેષાધિક છે. તેનાથી અસમવહત સંખ્યાતગણી છે. તેમનો વિચાર સમુચ્ચય જીવોની સમાન કરવો જોઈએ. એ જ પ્રકારે પંચેન્દ્રિય તિર્યંચોનું સમજવું.
મનુષ્યોની વક્તવ્યતા સમુચ્ચય જીવોની સમાન સમજવી જોઈએ. વિશેષતા એ છે કે કષાય સમુદ્ધાતથી સમવહત મનુષ્યની અપેક્ષાએ માન સમુદ્યાતથી સમવહત મનુષ્ય અસંખ્યગણા છે. કેમકે મનુષ્યોમાં માનની બહુલતા મળી આવે છે. વેદનાદિ સમુઠ્ઠાતની વિશેષ વક્તવ્યતા" - | વેદના સમુદ્યાતથી સમવહત થઈને જે પુદ્ગલોને કાઢે છે તે શરીર પ્રમાણ માત્ર વિખંભ અને બાહુલ્યના નિયમથી છ એ દિશાઓમાં આટલાં ક્ષેત્ર પૂરી થયાં એટલાં ક્ષેત્ર સ્પષ્ટ થયાં છે. તે ક્ષેત્ર ૧, ૨ અથવા ૩ સમયના વિગ્રહથી એટલા કાળમાં પૂરી થયેલ, એટલા કાળમાં સ્પષ્ટ છે. તે પુગલોને જઘન્ય અંતર્મુહૂર્તમાં અને ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્તમાં તે પુદ્ગલો બહાર કાઢીને તે પુગલો તે ક્ષેત્રમાં રહેલ પ્રાણી, ભૂતો, જીવો અને સત્ત્વોનું અભિહનન કરે છે. ચક્કર ખવડાવે છે. થોડુંક અડે છે. સંહત કરે છે. સંગ્રહિત કરે છે. પીડીત કરે છે, મૂર્શિત કરે છે, વાત કરે છે. પ્રાણ એટલે વિક્લેન્દ્રિય જીવો, ભૂત એટલે વનસ્પતિકાયિક જીવો, જીવ અર્થાત્ પંચેન્દ્રિયો અને સત્વ એટલે પૃથ્વીકાયિક, અપકાયિક, તેઉકાયિક અને વાયુકાયિક.
આ પ્રાણ ભૂત, જીવ અને સત્વને આહત વગેરે કરવાના કારણે સમુદ્યાત કરવાવાળા જીવોને કદાચ ૩, કદાચ ૪, કદાચ ૫ ક્રિયાઓ હોય છે. જ્યારે તેઓ તેમને કોઈ પીડા ઉત્પન્ન કરવામાં સમર્થ નથી થતા ત્યારે ૩ ક્રિયાવાળા થાય છે. જ્યારે સ્પષ્ટ
30)