________________
એકેન્દ્રિયોમાં વાઉકાયની અપેક્ષાએ ૪ સમુદ્દાત છે. વાયુકાય સિવાયના પૃથ્વીકાય વગે૨ે ૪ દંડકોમાં વૈક્રિય સમુદ્દાત વિના ૩ સમુદ્દાત જ હોય છે. ત્રસનાડી બહાર નિરાબાધ સ્થાને રહેલા સૂક્ષ્માદિ એકેન્દ્રિયોને તથા પ્રકારના ઉપઘાતનો અભાવ હોવાથી વેદના સમુદ્દાત રહિત બે સમુદ્દાત પણ હોય છે. શેષ સર્વ સૂક્ષ્મ તથા બાંદર એકેન્દ્રિયોને ૩ સમુદ્દાત હોય છે.
पण गब्भतिरि सुरेसु, नारय वाऊसु चउर तिय सेसे ॥१८॥
ગાથાર્થ :
ગર્ભજ તિર્યંચ અને દેવોને પાંચ, નારકો અને વાયુને ચાર અને બાકીનાઓને ત્રણ હોય છે.
ગર્ભજ તિર્યંચને પ્રથમ પાંચ સમુદ્દાત હોય છે. કારણકે તિર્યંચોમાં ચરિત્ર તથા પૂર્વધર હોતા નથી, તેથી આહારક લબ્ધિ હોતી નથી અને કેવલજ્ઞાન ન હોવાથી કેવલી સમુદ્દાત પણ નથી. પરંતુ કેટલાક તિર્યંચો પંચેન્દ્રિયોને દેશવિરતિ ચારિત્રને અનુસરતા વ્રત, નિયમ તથા તપશ્ચર્યાં હોવાથી તેવા ગર્ભજ તિર્યંચોને વૈક્રિય લબ્ધિ અને તૈજસ લબ્ધિ હોવાથી વૈક્રિય સમુદ્દાત અને તૈજસ સમુદ્દાત હોઈ શકે છે.
એ પ્રમાણે ગર્ભજ તિર્યંચની પેઠે દેવોને વૈક્રિય લબ્ધિ તથા તૈજસ લબ્ધિ વ્રત તપશ્ચર્યાદિ ગુણોથી નહિં, પણ તેવા પ્રકારના ભવ સ્વભાવથી જ ઉત્પન્ન થયેલી હોય છે.
નારક તથા વાઉકાયને વેદના-કષાય, મરણ અને વૈક્રિય એ ચાર સમુદ્દાત છે. ત્યા વૈક્રિયલબ્ધિ એ બંને દંડકોમાં ભવ સ્વભાવથી જ હોય છે. વૈક્રિય લબ્ધિવાળા કેટલાક પર્યાપ્ત વાયુકાય જીવો છે અને તે દેવોથી અસંખ્યગુણા છે.
૨૪ દંડકમાં ૭ સમુદ્દાત
૧ ગર્ભજ મનુષ્યોને ૭ સમુદ્ધાત
૧ ગર્ભજ તિર્યંચને ૫ સમુદ્દાત
૧૩ દેવના દંડકમાં ૫ સમુદ્દાત
૩૧૪