________________
ઉત્કૃષ્ટ બસોથી નવસો સુધી થાય છે. પૃચ્છા સમયમાં કદાચ સંખ્યાત મનુષ્ય જ એવા હોઈ શકે છે જે ભાવિમાં મનુષ્યાવસ્થામાં કેવલી સમુદ્દાત કરશે. કદાચ અસંખ્યાત પણ હોઈ શકે છે. એ પ્રકારે ચોવીસે ચોવીસ દંડક છે. સમુદ્યાતોનું અલ્પબદુત્વ :
બધાથી ઓછા જીવ આહારકે કરેલા છે. કેમકે લોકમાં આહારક શરીર ધારીઓનો છ માસનો વિરહકાળ છે. તેથી તેઓ ક્યારેક નથી પણ હોતા. જયારે હોય છે ત્યારે પણ જઘન્ય ૧, ૨ અથવા ૩ અને ઉત્કૃષ્ટ સહસ્રપૃથક્વ અર્થાત્ ૨ હજાર થી ૯ હજાર સુધી જ હોય છે. આહારક સમુઘાત આહારક શરીરના આરંભકાળમાં જ હોય છે. અન્ય સમયમાં નથી હોતા. તેથી આહારક સમુદ્દાત કરેલા જીવ થોડા જ કહ્યા છે.
આહારક સમુઘાત કરેલાથી કેવલી સમુદ્યાત કરેલા જીવ સંખ્યાતગણા અધિક છે. કેમકે તેઓ એક સાથે શતપૃથક્તની સંખ્યામાં ઉપલબ્ધ થાય છે. તેથી તેજસ સમુદ્યાતથી સમવહત જીવ અસંખ્યાતગણા છે. કેમકે પંચેન્દ્રિય તિર્યંચો, મનુષ્યો અને દેવોમાં તૈજસ સમુદ્યાતા હોય છે. તેથી વૈક્રિય સમુદ્રઘાતથી સમવહત અસંખ્યાતગણા છે. કેમકે વૈક્રિય સમુદ્યાત વાયુકાયિકો અને નારકોને પણ હોય છે. તેથી મારણાંતિક સમુઘાતથી સમતવહત જીવ અનંતગણા છે. કેમકે નિગોદના અનંત જીવોનો અસંખ્યાતમો ભાગ વિગ્રહગતિની અવસ્થામાં રહે છે. તેઓ પ્રાયઃ મારણાંતિક સમુઘાતથી સમવહત થાય છે. તેથી કષાય સમુદ્ધાતથી સમવહત જીવ અસંખ્યાતગણા છે. કેમકે નિગોદિયા જીવ કષાય સમુદ્યાતથી સમવહત સદા ઉપલબ્ધ થાય છે. તેથી વેદના સમુદ્યાતથી સમવહત જીવ વિશેષાધિક છે. કેમકે વેદના સમુદ્ધાતથી સમવહત જીવો કાંઈક અધિક હોય છે.
નરકમાં બધાથી ઓછા નારક મારણાંતિક સમુદ્યાતથી સમવહત છે. કેમકે મરનારા નારકો જીવિત નારકોથી અલ્પ હોય છે. અને મરનારાઓમાં પણ મારણાંતિક સમુદ્યાતવાળા અલ્પ જ હોય છે બધા નથી હોતા. તેથી વૈક્રિય સમુદ્ધાતથી સમવહત નારક અસંખ્યાતગણા છે. કેમકે સાતેય નારકોમાં પ્રત્યેક ઘણા નારકો પરસ્પર વેદના ઉત્પન્ન કરવાને માટે ઉત્તર વૈક્રિય કરતાં રહે છે. તેથી કષાય સમુદ્ધાતથી સમવહત
૩૦૩