________________
એ જ પ્રકારે સમજવું જોઈએ, પરંતુ વનસ્પતિકાયિકો અને મનુષ્યોમાં ભિન્નતા છે.
વનસ્પતિકાયિકોના ભાવી કેવલી સમુદ્રઘાત અનંત હોય છે. કેમકે વનસ્પતિકાયિકોમાં અનંત જીવ હોય છે કે જે ભવિષ્યમાં કેવલી સમુદ્દાત કરશે. મનુષ્યોના કેવલી સમુદ્યાત કદાચિત અતીત થાય છે, કદાચ નથી થતાં, પ્રશ્નના સમયે જો કેવલ સમુદ્યાતથી નિવૃત્ત કોઈ મનુષ્ય (કેવલી) વિદ્યમાન હોય તો અતીત સમુદ્ધાત થાય છે. તે જધન્યથી ૧,૨ અથવા ૩ થાય છે. અને ઉત્કૃષ્ટ શતપૃથક્ત સુધી થાય છે. મનુષ્યના ભાવી કેવલી સમુદ્યાત કદાચ સંખ્યાત અને કદાચ અસંખ્યાત હોય છે. સંમૂચ્છિમ અને ગર્ભજ મનુષ્યોમાં પૃચ્છાકાળમાં ઘણા અભવ્ય પણ હોય છે. તેમને ભાવી કેવલી સમુદ્ધાતનો સંભવ નથી. તેથી સંખ્યાત છે. કદાચ અસંખ્યાત છે કેમકે તે સમયે ભવિષ્યમાં કેવલી સમુદ્યાત કરશે એવા મનુષ્ય ઘણા હોય છે. સમુદ્ધાતની વિશેષ વક્તવ્યતા
એકેએક નારકનાં નરક પર્યાયમાં રહીને વેદના સમુદ્ધાત અતીત અનંત થયા. આગામી કોઈને છે અને કોઈને નથી. જેમને છે તેમને જઘન્ય ૧, ૨ અથવા ૩ છે. ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત કે અનંત છે. એ જ રીતે અસુરકુમાર પર્યાયમાં યાવત્ વૈમાનિક પર્યાયમાં રહેલા માટે જાણવું.
એકેએક અસુરકુમાર નારક અવસ્થામાં અનંત વેદના સમુદ્દાત અતીત થયેલ છે. કેમકે અનંતકાળમાં અનંતવાર નરક અવસ્થા પ્રાપ્ત કરી છે. આગામી કોઈની થશે અને કોઈની નહિ થાય. જેમની થાય છે. તેમની કદાચ સંખ્યાત, અસંખ્યાત અને અનંત હોય છે. જે અસુરકુમારના ભવથી નીકળીને નારક કોઈ જન્મ નહીં લે. પરંતુ અનંતરભવમાં મનુષ્યભવ પ્રાપ્ત કરીને સિદ્ધ થઈ જશે. તેના નારક પર્યાય આગામી વેદના સમુદ્યાત થતા નથી. કેમકે તે પર્યાય પ્રાપ્ત થનાર નથી. જે પરંપરાથી નરકમાં જશે તેના ભાવી વેદના સમુદ્યાત થાય છે.
એકેએક અસુરકુમાર અસુરકુમારાવસ્થામાં અતીતમાં તો અસુરકુમાર હતા ત્યારે અતીત વેદના સમુદ્ધાત અનંત થયા. ભાવી વેદના સમુદ્યાત કોઈના હોય છે અને કોઈના નથી હોતા. જેમના હોય છે તેમના જધન્ય ૧, ૨ અથવા ૩ થાય છે અને
૨૯૯