________________
બાકીના ૨૩ દંડકોને અતીત અને ભાવી કેવલી સમુદ્યાત વિશે સમજવું.
નારકોની વેદના સમુદ્યાત અતીત અને ભાવી અનંત છે. એ જ પ્રકારે યાવત્ વૈમાનિકોનાં સમજવાં. એ જ પ્રકારે યાવત તૈજસ સમુદ્યાત અને એ જ પ્રકારે એ પાંચના પણ ચોવીસે દંડકોમાં સમજવું.
નારકોના અતીત વેદના સમુદ્ધાતનું કારણ એ છે કે ઘણાનો અવ્યવહાર રાશિથી નિકળે અનંતકાળ થઈ ગયેલ છે. ભાવી વેદના સમુદ્યાત અનંત હોવાનું કારણ એ છે કે ઘણા બધા નારકો અનંતકાળ સુધી સંસારમાં સ્થિત રહેશે.
નારકોના આહારક સમુદ્યાત અસંખ્યાત છે. બધા નારકો જો કે અસંખ્યાત છે. તેમનામાં પણ કેટલાક અસંખ્યાત નારક પહેલા આહારક સમુદ્દાત કરી ચૂકેલા છે. તેમની અપેક્ષાએ નારકો અતીત આહારક સમુદ્યાત અસંખ્યાત કહ્યા છે. નારકોના ભાવી સમુદ્યાત પણ અસંખ્યાત છે. તેનું કારણ પૂર્વવતુ સમજવું. નારકોની સમાન જ વૈમાનિકો સુધી આહારક સમુદ્દાત સમજવા. વિશેષતા એ છે કે વનસ્પતિકાયિકોના અતીત આહાર સમુદ્યાત અનંત છે. કેમકે એવા જીવો અનંત છે વનસ્પતિકાયિકોના ભાવી સમુદ્ધાત પણ અનંત છે. કેમકે પ્રશ્નના સમયે જે જીવો વનસ્પતિકાયમાં છે તેમનામાંથી અનંત જીવ વનસ્પતિકાયમાંથી નિકળીને આહારક સમુદ્દાત કરીને મોક્ષ જશે. મનુષ્યોના આહારક સમુદ્યાત કદાચિત્ સંખ્યાત છે. કદાચિત્ અસંખ્યાત છે. સંમૂચ્છિમ અને ગર્ભજ મનુષ્ય મળીને ઉત્કૃષ્ટ સંખ્યામાં અંગુલ માત્ર ક્ષેત્રમાં જેટલા પ્રદેશોની રાશિ છે. તેમના પ્રથમ વર્ગમૂળનો ત્રીજા વર્ગમૂળથી ગુણાકાર કરતાં જે પ્રમાણ આવે છે. તેટલા પ્રદેશોવાળા ખંડ ધનીકૃત લોકના પ્રદેશવાળી શ્રેણીમાં જેટલા હોય છે. એક ન્યૂન એટલા જ મનુષ્ય છે. જે મનુષ્ય નારકાદિ અન્ય જીવરાશિઓની અપેક્ષાએ ન્યૂન છે. તેમનામાં પણ એવા મનુષ્ય ઓછા છે કે જેઓએ પૂર્વભવોમાં આહારક શરીર બનાવેલાં હોય, તેથી જ કદાચ સંખ્યાત અને કદાચ અસંખ્યાત હોય છે. એ જ પ્રકારે મનુષ્યોના ભાવી સમુદ્યાત પણ કદાચ સંખ્યાત અને કદાચ અસંખ્યાત સમજવા જોઈએ.
નારીના અતીત કેવલી સમુદ્યાત હોતા જ નથી. ભાવી કેવલી સમુદ્ધાત અસંખ્યાત છે કેમકે પૃચ્છા સમયે ભાવી કેવલી સમુદ્ધાત કરનારા નારક અસંખ્યાત હોય છે. કેવલજ્ઞાનથી એવું જ જાણવામાં આવે છે. નારકોના સમાન યાવતુ વૈમાનિકો સુધી
૨૯૮