________________
દીર્ઘકાલિકી સંજ્ઞા ઃ
“એ કેમ કરવું ? કેમ થાશે ? ઇત્યાદિ અતીત અનાગત ઘણા કાળનું ચિંતવવું તેને દીર્ઘકાલિકી સંશા કહે છે.
હેતુવાદોપદેશિકી સંજ્ઞા :
જે તાત્કાલિક ઇષ્ટ, અનિષ્ટ, વસ્તુ જાણીને પ્રવૃત્તિ, નિવૃત્તિ થાય તેને હેતુવાદોપદેશિકી સંજ્ઞા કહે છે.
દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા ઃ
ક્ષાયોપશમિક જ્ઞાને કરી સમ્યગ્દષ્ટપણું હોય તેને દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા
કહે છે.
દંડકમાં સંશા :
'सव्वेसिं' उचदहु वा ॥
૨૪ દંડકમાં ૪થું સંજ્ઞાદ્વાર છે.
નારકીના દંડકમાં, પાંચ સ્થાવરના દંડકમાં, ૩ વિક્લેન્દ્રિયના દંડકમાં, તિર્યંચ પંચેન્દ્રિયના દંડકમાં, મનુષ્યના દંડકમાં, ૧૩ દેવોના દંડકમાં ચાર અને દશ સંજ્ઞાઓ હેન્ર છે.
નારકોમાં બાહ્ય કારણની અપેક્ષાએ બહુલતાથી ભય સંજ્ઞાના ઉપયોગવાળા થાય છે. અને આંતરિક અનુભવની અપેક્ષાએ આહારસંજ્ઞામાં યાવત્ પરિગ્રહ સંજ્ઞામાં પણ ઉપર્યુક્ત હોય છે.
નારકોમાં મૈથુન સંજ્ઞામાં ઉપયોગવાળા બધાથી ઓછા છે કેમ કે તેઓને નિમેષ માત્ર પણ સુખનો અનુભવ થતો નથી. એવી સ્થિતિમાં મૈથુનની ઇચ્છા થતી નથી. કદાચિત કોઈને થઈ જાય તો થોડા સમય સુધી જ રહે છે. તેથી આહાર સંજ્ઞાના ઉપયોગવાળા સંખ્યાતગણા અધિક છે. કેમકે એ દુઃખ નારકોમાં પ્રચુર કાળ સુધી આહારની ઇચ્છા બની રહે છે. તેથી પરિગ્રહ સંજ્ઞામાં ઉપયુક્ત સંખ્યાતગુણા અધિક છે.
૨૧૦