________________
પાંચ મહાવ્રતોનો તે ભાવથી સ્વીકાર કરી શકતો નથી. ચોથો સંજવલન ક્રોધ યથાખ્યાત ચારિત્રને ઉત્પન્ન થવા દેતો નથી. જ્યાં સુધી સંજવલન કષાયનો સદ્ભાવ હોય છે, ત્યાં સુધી વીતરાગી બની શકાતું નથી. તેમાં આઠમાં ગુણસ્થાનેથી ઉપશમ કે ક્ષપક શ્રેણી માંડે છે. નવમાં ગુણસ્થાનમાં જતાં સંજવલન ક્રોધનો ઉપશમ કે ક્ષય થતાં તે જીવ આગળના ગુણસ્થાનમાં જઈ શકે છે. આ રીતે ચોવીસે દંડકોમાં ચારેય પ્રકારના ક્રોધવાળા જીવો હોય છે. ક્રોધની ઉત્પત્તિનાં કારણો ૧૭ :
ક્રોધની ઉત્પત્તિ ચાર કારણે થાય છે. (૧) ક્ષેત્ર અર્થાત ખેતર જમીનના નિમિત્તથી એટલે ખુલ્લી જમીન માટે પરસ્પર ક્રોધ ઉત્પન્ન થાય છે. તે નિમિત્તે સગા ભાઈઓ કે પિતા-પુત્ર પણ કોર્ટ સુધી પહોંચે છે. (૨) વાસ્તુ અર્થાત્ મકાન આદિ ઇમારતોના નિમિત્તથી. એટલે ઢાંકેલી જમીન માટે ક્રોધ ઉત્પન્ન થાય છે. તેમાં ઑફિસ, કારખાના, મિલો આદિ બધાં સ્થાનોનો સમાવેશ થઈ જાય છે. (૩) શરીરના નિમિત્તથી ક્રોધ ઉત્પન્ન થાય છે. શરીરના નિમિત્તમાં ભોજન, બિમારી આદિ આવી શકે છે. (૪) ઉપધિ અર્થાત ઉપકરણોના નિમિત્તથી ક્રોધ ઉત્પન્ન થાય છે. તેમાં વસ્ત્ર, અલંકારો, વસ્તુઓ વગેરેનો સમાવેશ થાય છે. એના સિવાય બીજાં સાધનોને જ્યારે કોઈ કારણથી હાની પહોંચે ત્યારે ક્રોધ ઉત્પન્ન થાય છે. આ ચોથા કારણમાં બધી પ્રિય વસ્તુઓનો પણ સમાવેશ થઈ જાય છે.
ઠાણાંગસૂત્રના ૮ ૪થે ઠાણે ચાર પ્રકારના આવર્ત કહ્યા છે. તેમાં પ્રથમ છે ખરાવર્ત, પાણીમાં જે વમળો પેદા થાય છે. તેને આવર્ત કહે છે. પાણીનો વેગ પ્રબળ હોય છે ત્યારે પાણીમાં વમળો ઊઠે છે અને ત્યાં પાણી પ્રબળ વેગથી ચક્કર-ચક્કર ફરે છે. આવી જગ્યાએ ચતુરમાં ચતુર તરવૈયો પણ કરી શકતો નથી. આવા વમળમાં ફસાયેલો માણસ બહાર નિકળી શકતો નથી તે આવર્ત એવો નિષ્ફર હોય છે. ક્રોધ કષાય ખરાવર્ત સમાન છે. કેમ કે તે ખરાવર્ત સમાન કઠોર અને અપકાર કરનારો હોય છે. ખરાવર્ત સમાન ક્રોધથી યુક્ત બનેલો જીવ જો મરણ પામે તો નારકીમાં ઉત્પન્ન થાય છે. ખરાવર્ત સમુદ્ર, નદી આદિના જળમાં થાય છે. ખરાવર્ત સાથે ક્રોધની સમાનતા પ્રગટ કરવામાં આવી છે, તે સામાન્ય ક્રોધમાં ગ્રહણ કરવાની નથી. પરંતુ ઉત્કૃષ્ટ ક્રોધમાં
૨૩૨