________________
નિર્મલ બુદ્ધિરૂપી દોરડાને તોડતા, દુર્વચન રૂપી ધૂળને સૂઢથી ઉછાળતા, પૃથ્વી પર પોતાની ઇચ્છાનુસાર ભ્રમણ કરતા, વિનય રૂપ વનમાર્ગને ઉખેડી નાંખતા, મદોન્મત હાથીની જેમ મદમાં અંધ બનેલો મનુષ્ય કયો અનર્થ કરતો નથી ? શ્રત, શીલ અને વિનયને દૂષિત કરનાર અને ધર્મ, અર્થ, કામ અને મોક્ષમાં વિઘ્ન કરનાર માન છે. દંડકમાં માન વિશે -
કષાય અંતર્ગત આવતો માન કષાય પણ દંડક સ્વરૂપ હોવાથી દંડક સૂત્રમાં માન વિશે વર્ણન કરવામાં આવેલ છે. ૨૪ દંડકના ૨૪ દ્વારમાં છઠ્ઠ કષાય દ્વાર છે. કષાય દ્વારમાં ચાર કષાયો બતાવ્યા છે. બીજા નંબરનો કષાય માન છે. બધા જ દંડકમાં માન રૂપી કષાય હોય છે. એકેન્દ્રિયમાં તેનો ઉદય અસ્પષ્ટ હોય છે. બેઇન્દ્રિયાદિકમાં કંઈક અધિક સ્પષ્ટ હોય છે. અને પંચેન્દ્રિયમાં અત્યંત સ્પષ્ટ હોય છે. માન રહિત તો માત્ર એક મનુષ્યના દંડકના વિતરાગી ભગવંતો અને સિદ્ધ ભગવંતો જ હોય છે.
માનના કારણે જીવ અનેક રીતે દંડાય છે. તેનું વર્ણન શાસ્ત્રોમાં આ પ્રમાણે બતાવેલ છે. આ વર્ણન ક્રોધ કષાયના સ્વરૂપ પ્રમાણે જ છે. યથા અનંતાનુબંધી૩ માનના કારણે સમ્યત્ત્વગુણનો ઘાત થાય છે. અને તેનો અનંતો સંસાર વધી જાય છે. તે સમજણ વિપરીત હોવાથી સાચા દેવ, ગુરુ અને ધર્મ તત્ત્વને પિછાણી શકતો નથી. અપ્રત્યાખ્યાની માનના કારણે દેશવિરતિનો ઘાત થાય છે. તેમાં સમકિત તો હોય છે. પરંતુ તે પાંચમાં ગુણસ્થાનનો સ્પર્શ કરી શકતો નથી. અને કોઈ પણ જાતનાં વ્રત પચ્ચખાણ કરી શકતો નથી. પ્રત્યાખ્યાની માન સર્વવિરતીનો ઘાત કરે છે. તે દેશથી વ્રતો, પચ્ચખાણો કરી શકે છે. પરંતુ સંપૂર્ણપણે સંયમી બની શકતો નથી. સંજવલન માન યથાખ્યાત ચારિત્રને ઉત્પન્ન થવા દેતો નથી. જ્યાં સુધી સંજવલન માન હોય ત્યાં સુધી તે વીતરાગી બની શકતો નથી. યથાખ્યાત ચારિત્રના ૧૧ થી ૧૪ ગુણસ્થાન છે. માનના સદૂભાવમાં ઉપરના ગુણસ્થાનોને સ્પર્શી ન શકે તેથી યથાખ્યાત ચારિત્ર પણ આવી ન શકે. આ રીતે ૨૪ દંડકોમાં ચારેય પ્રકારના માનવાળા જીવો હોય છે. માનની ઉત્પત્તિનાં કારણો :
માનની ઉત્પત્તિ ચાર કારણે થાય છે. (૧) ક્ષેત્ર અર્થાત્ ખેતર જમીનના
૨૩૬
૨૩૬