________________
જાય છે. આ રીતે લેશ્યાઓની વિચારણાં કરતાં આત્મવિકાસનાં દર્શન થાય છે. અશુભ લેશ્યાઓમાં આપણે અનંતકાળ પસાર કર્યો છે. હવે આ ભવમાં આગમજ્ઞાન દ્વારા શુભ લેશ્યાઓમાં સ્થિરતા કરવાની છે. તેજો અને પદ્મ લેશ્યા સાતમા ગુણસ્થાન સુધી હોય છે. સાતમા ગુણસ્થાનમાં અપ્રમત્ત દશા પ્રગટી જાય છે. અને આઠમાં ગુણસ્થાનથી એકલી શુકલેશ્યા રહે છે. વર્ધમાન પરિણામો રહેતાં શુકલલેશ્યાની સાથે ક્ષપકશ્રેણી
મા ગુણસ્થાનથી મંડાઈ જતાં ૧૨મા ગુણસ્થાનના અંતે જ ઘાતી કર્મનો ક્ષય થઈ જાય છે. આત્મામાં ૧૩મા ગુણસ્થાનમાં તો કેવલજ્ઞાન પ્રગટ થઈ જાય છે. આત્માનો સંપૂર્ણ વિકાસ થઈ જાય છે. કેમકે કેવલજ્ઞાન પ્રગટ થઈ ગયા પછી ચાર ગતિનું પરિભ્રમણ અટકી જાય છે. અને ૧૩માં ગુણસ્થાનમાં શુદ્ધ શુકલલેશ્યા રહે છે. અને તે પણ ૧૪મા ગુણસ્થાનમાં છૂટી જાય છે. અંતે અલેશી બની જવાય છે. અને શાશ્વત સુખ પણ મળી જાય છે. આ રીતે લેશ્યાના માધ્યમ દ્વારા અશુભમાંથી શુભ અને શુભમાંથી લેણ્યા શુદ્ધ બની જાય છે ત્યારે સંપૂર્ણ કેવલજ્ઞાન પ્રગટ થઈ જાય છે. એ આત્માના વિકાસની ચરમસીમા છે. ગુણસ્થાનમાં લેશ્યા :
કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, અને કાપોત લેશ્યા ૧થી ૬ ગુણસ્થાન સુધી હોય છે. તેજો વેશ્યા, પદ્મવેશ્યા ૧થી ૭ ગુણસ્થાન સુધી હોય છે. શુકલલેશ્યા
૧થી ૧૩ ગુણસ્થાન સુધી હોય છે. અર્થાત્ કૃષ્ણ, નીલ, કપોત એ ત્રણ વેશ્યાનાં પ્રથમ ૬ ગુણસ્થાનક છે.
તેજ, પદ્મ એ બે વેશ્યાનાં પ્રથમ ૭ ગુણસ્થાન છે. શુક્લલેશ્યા એ એક વેશ્યાના પ્રથમ ૧૩ ગુણ સ્થાન છે.
એકથી છ ગુણસ્થાનમાં ૬ લેગ્યા હોય છે.
સાતમા ગુણસ્થાનમાં તેજો, પદ્મ અને શુકલ એ ત્રણ વેશ્યા છે. ૮થી ૧૩ ગુણસ્થાનમાં એક શુલ્લેશ્યા છે. એટલે ૬ ગુણસ્થાન છે. અલેશીનું એક ૧૪મું ગુણસ્થાન છે.
૨૬૬