________________
કરવી નથી. સઇન્દ્રિયમાંથી અહિંદિયા બનવાનું છે. મનુષ્યમાં એવી શક્તિ અને તાકાત રહેલી છે કે તે અહિંદિયા બની શકે છે. ૨૩ દંડકોમાં તો એકાંત સઇન્ડિયા જીવો હોય છે. શ્રોતેન્દ્રિય દ્વારા જિનવાણીનું શ્રવણ કરવું જોઈએ. ચક્ષુરિન્દ્રિય દ્વારા સવાંચન અને સંતદર્શન કરવા જોઈએ. ધ્રાણેન્દ્રિય દ્વારા સુગંધ કે દુર્ગધ આવે તેમાં તટસ્થભાવ કેળવવો જોઈએ. રસેન્દ્રિય દ્વારા સરસ, અરસ આહારમાં અનાસક્ત ભાવ રાખવો જોઈએ. વળી રસેન્દ્રિય દ્વારા બોલવામાં પણ સત્યકારી, હિતકારી અને મિષ્ટ વચનો બોલવાં જોઈએ. સ્પર્શેન્દ્રિય દ્વારા ૮ સ્પર્શોમાંથી કોઈ પણ સ્પર્શનો અનુભવ થાય, છતાં સમાન ભાવ રાખવો જોઈએ. આ રીતે પાંચેય ઇન્દ્રિયોના સદુપયોગ દ્વારા અલ્પભવો કરવાના કરે છે. આખરે પંચેન્દ્રિયના સદુપયોગના સહારે ગુણસ્થાનમાં આગળ વધતાં ક્ષપકશ્રેણી માંડે છે. અને ૧૩મા ગુણસ્થાનમાં પ્રવેશ કરતાં પ્રથમ સમયે કેવળજ્ઞાન સાથે અણિદિયા થઈ જાય છે. કેવલીને ઇન્દ્રિયો તો હોય પરંતુ તેનો ઉપયોગ કરતા નથી. અર્ણિદિયા બનેલો જીવ શાશ્વત સુખને પ્રાપ્ત કરી શકે છે. માટે દંડકમાં ઇન્દ્રિયનું ચિંતન કરવું જોઈએ.
ટિપ્પણી :
૧. નવા પ્રતિ. ૧
૨. પ્રજ્ઞા. પદ ૧૫ ૩. જૈનેન્દ્ર સિ. કોષ ભા. ૧ પૃ. ૩૧૫ ૪. જૈનેન્દ્ર સિ. કોષ ભા. ૧ પૃ. ૩૧૫ ૫. જૈનેન્દ્ર સિ. કોષ ભા. ૧ પૃ. ૩૧૫ ૬. જૈનેન્દ્ર સિ. કોષ ભા. ૧ પૃ. ૩૧૫
પ્રજ્ઞા. પદ. ૧૫ ઉ. ૨ સૂ. ૧૦
૮. પ્રજ્ઞા. પદ. ૧૫
૯. પ્રજ્ઞા. પદ. ૧૫. ઉ.૧ સૂ. ૧ ૧૦. પ્રશા. પદ. ૧૫ ઉ. ૧ સૂ. ૧
૨
%