________________
વગેરે કર્મોના પ્રદેશોને જે કાલાંતરમાં અનુભવ કરવા યોગ્ય હોય છે તે ઉદીરણા કારણો દ્વારા ખેંચીને તેમને ઉદયાવલિકામાં નાંખીને તેમનો અનુભવ કરીને આત્મપ્રદેશોથી જુદા કરી નાંખે છે. (૧) વેદના સમુદ્યાત -
વેદના સમુદ્યાત કરવાવાળા જીવ અસાતા વેદનીય કર્મના પુદ્ગલોનું નિર્ઝરણ કરે છે. વેદનાથી પીડિત જીવ અનંતાનંત કર્મ પુદગલોથી વ્યાપ્ત પોતાના આત્મપ્રદેશોને બહાર કાઢે છે. અને મુખ, પેટ આદિ છિદ્રોને અને કાનન્કંધ આદિ નીચેના ખાલી સ્થાનોને પૂરિત કરીને લંબાઈ તેમ જ વિસ્તારમાં શરીર માત્ર ક્ષેત્રને વ્યાપ્ત કરીને અંતર્મુહૂર્ત સુધી રહે છે. તે અંતર્મુહૂર્તમાં ખૂબ જ અસાતા વેદનીય કર્મના પુદ્ગલોને નિજીર્ણ કરી નાંખે છે. અર્થાત્ નાશ કરે છે. વેદના સમુદ્દાત અસાતા વેદનીય કર્માશ્રય છે. (૨) કષાય સમુદ્યાત :
કષાય સંમુદ્દાત કષાય ચારિત્ર મોહનીય કર્માશ્રય છે. કષાય સમુદ્યાત કરવા વડે જીવ કષાય ચારિત્ર મોહનીય કર્મના પુદ્ગલોનું નિર્ઝરણ કરે છે. કષાય વડે વ્યાકુલ થયેલો આત્મા પોતાના કેટલાક આત્મ પ્રદેશોને બહાર કાઢી તે પ્રદેશોથી ઉદર વગેરેના ભાગ પૂરી, તથા ખભા વગેરેના આંતરા પૂરી, શરીરની ઊંચાઈ તથા જાડાઈ જેટલો એક સરખો દંડાકારે થાય છે. તે વખતે દંડાકારે થઈ, પ્રબળ ઉદીરણા વડે કષાય ચારિત્ર મોહનીય કર્મના ઘણાં કર્મ પુદ્ગલો ઉદયાવલિકામાં નાંખી, ઉદયમાં લાવી વિનાશ પમાડે છે. અર્થાત્ નિર્ઝરણ કરે છે. અને ઘણાં નવા કર્મ પ્રદેશો બાંધે પણ છે. તે પ્રસંગ. (૩) મારણાંતિક સમુદ્ધાત -
મારણાંતિક સમુદ્દાત કરવાવાળા જીવ આયુષ્યકર્મના પુગલોનું પરિશાટન કરે છે. આ સમુઘાત કરવાવાળા જીવ મરણાંત વખતે વ્યાકુળ થઈને મરણથી અંતર્મુહૂર્ત પહેલાં પોતાના કેટલાક આત્મ પ્રદેશોને શરીરની બહાર કાઢે છે અને જ્યાં ઉત્પન્ન થવાનો છે. તે સ્થાન સુધી સ્વદેહ પ્રમાણ જાડા દંડના આકારે - જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી અસંખ્ય યોજન સુધી લંબાવી અંતર્મુહૂર્ત સુધી તેવી
૨૯૩