________________
નામ કર્ણાશ્રય છે. (૭) કેવલી-સમુદ્યાત -
• કેવલી સમુઘાત સાતા-અસાતા વેદનીય, શુભ-અશુભ નામ, ઊંચ-નીચ ગોત્ર કર્માશ્રય છે. કેવલી સમુદ્યત કરવાવાળા જીવ સાતા-અસાતા વેદનીય વગેરે કર્મ પુદ્ગલોનું પરિશાટન કરે છે. આ સમુદ્ધાતમાં વિશેષતા એ છે કે કેવલી સમુદ્યાત કેવલી જ કરે છે. જે કેવલી ભગવંતોને નામ, ગોત્ર અને વેદનીય એ ત્રણ કર્મની સ્થિતિ જો પોતાના આયુષ્ય કર્મની સ્થિતિથી અધિક ભોગવવી બાકી રહે તેમ હોય, તો તે ત્રણેય કર્મની સ્થિતિઓને આયુષ્ય કર્મની જેટલી સ્થિતિવાળી બનાવવા પોતાના આત્મપ્રદેશોને શરીર બહાર કાઢે છે. પહેલે સમયે લોકના નીચેના છેડાથી ઉપરના છેડા સુધી ૧૪ રજુપ્રમાણ ઊંચો અને સ્વદેહ પ્રમાણ જાડો આત્મપ્રદેશોનો દંડાકાર રચે છે. બીજા સમયમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશામાં લોકાન્ત સુધી કપાટની રચના કરે છે. ત્રીજે સમયે મંથાનની (ચાર પાંખડાવાળા રવૈયાનો આકાર) રચના કરે છે. ચોથે સમયે ચાર આર્તા પૂરી સંપૂર્ણ લોકાકાશમાં વ્યાપ્ત થઈ જાય છે. પાંચમે સમયે આંતરાના આત્મપ્રદેશોને સંહરે છે છà સમયે મંથાનના આત્મા પ્રદેશોને સંકોચે છે. સાતમાં સમયમાં કપાટને સંકુચિત કરે છે. અને આઠમા સમયે દંડને સંકોચીને પૂર્વવત્ સંપૂર્ણ દેહસ્થ (આત્મસ્થ) થઈ જાય છે. તેને કેવલી સમુદ્ધાત કહે છે. તેને કરતાં આઠ સમય લાગે છે. તેમાં પૂર્વોક્ત ત્રણ કર્મનો પ્રબળ અપવર્તન દ્વારા ઘણો વિનાશ થઈ જાય છે. - દંડકમાં સમુદ્યાત :- સમુદ્ધાતના બે પ્રકાર કહ્યા છે.
જીવ સમુદ્યાત અને અજીવ સમુદ્ધાત એમ બે પ્રકારના સમુદ્યાત છે. કેવલી સમુદ્યાતની રીત પ્રમાણે કોઈક અનંત પરમાણુઓનો બનેલો અનંતપ્રદેશીસ્કંધ તથાવિધ વિશ્રા પરિણામ વડે (સ્વાભાવિક રીતે) ચાર સમયમાં સંપૂર્ણ લોકાકાશમાં વ્યાપ્ત થઈ પુનઃબીજા સમયમાં અનુક્રમે સંહરાઈ મૂળ અવસ્થાવાળો એટલે અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણનો થાય છે. તે અહિ અજીવ સમુદ્યાત ગણાય. તે સંપૂર્ણ લોકાકાશમાં વ્યાત થવાની યોગ્યતાવાળા અથવા વ્યાપ્ત થયેલા પુદ્ગલ સ્કંધો અનંત છે. અને તે સર્વ અચિત મહાત્કંધના નામથી ઓળખાય છે.
૨૯૫