________________
અર્થ આત્મા માનીને કરી શકાય છે. પણ વ્યવહારિક દૃષ્ટિએ આભિનિબોધિક જ્ઞાનમાં સહાયભૂત થાય છે. પાંચેય ઈન્દ્રિયોનાં લક્ષણો -
વિર્યાન્તરાય અને મતિજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી તથા અંગોપાંગ નામ કર્મના આલંબનથી આત્મા જેના દ્વારા સ્પર્શ કરે છે તે સ્પર્શેન્દ્રિય છે. જેના દ્વારા સ્વાદ લે છે તે રસેન્દ્રિય છે. જેના દ્વારા સુંધે છે તે પ્રાણેન્દ્રિય છે. જેના દ્વારા પદાર્થોને જુએ છે તે ચક્ષુરિન્દ્રિય છે. તથા જેના દ્વારા સાંભળે છે તે શ્રોત્રેન્દ્રિય છે.
ઈન્દ્રિયોની અવગાહના - શ્રોતેન્દ્રિય અંગુલના અસંખ્યાતમાં ભાગ જેવી વિશાલ કહ્યું છે. પ્રાણેન્દ્રિય અને ચક્ષુઇન્દ્રિય પણ શ્રોતેન્દ્રિય સમાન છે. જિહવેન્દ્રિમ્ અંગુલ પૃથક્ત વિશાલ છે અને સ્પર્શેન્દ્રિય શરીરના પ્રમાણ જેટલી વિશાલ કહી છે. અને પાંચેયઈન્દ્રિયોને અસંખ્યાત પ્રદેશ કહેલી છે. પાંચેય ઇન્દ્રિયોનું સ્થૂલત્વ અંગુલના અસંખ્યાત ભાગ જેટલું છે.
શ્રોતેન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણ અનંત કહેલા છે. એ જ પ્રકારે યાવત્ સ્પર્શેન્દ્રિયના અંનત મૂદુલઘુ કહેલા છે.
અલ્પબદુત્વ, બધાથી ચહ્યુઇન્દ્રિયના કર્કશ-ગુરુગુણ છે. તેનાથી શ્રોતેન્દ્રિયના કર્કશ ગુરુ ગુણ અનંતગુણા છે. તેનાથી પ્રાણેન્દ્રિયના કર્કશ-ગુરુ અનંતગુણા છે. તેનાથી જિલૅન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણ અનંતગુણા છે. તેનાથી સ્પર્શેન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણ અનંતગુણા છે.
મૃદુ-લઘુ ગુણોમાં સ્પર્શેન્દ્રિયના મૃદુલઘુ ગુણ બધાથી ઓછા છે. તેનાથી જિન્દ્રિયના અનંતગુણા છે. તેનાથી પ્રાણેન્દ્રિયના અનંતગુણા છે. તેનાથી શ્રોતેજિયના અનંતગુણા છે. તેથી ચક્ષુરિન્દ્રિયના અનંતગુણા છે. ઈન્દ્રિયોના વિષયોનું પરિમાણ :
શ્રોતેન્દ્રિય" જઘન્ય આંગુલના અસંખ્યાતમાં ભાગથી આવેલા શબ્દોને અને ઉત્કૃષ્ટ બાર જોજનથી આવેલા શબ્દોને સાંભળે છે. પણ તે શબ્દો અછિન્ન અર્થાત અવ્યવહિત હોવા જોઈએ. એટલે કે વાયુ આદિથી તેમની શક્તિ પ્રતિહત ન થવી
૨૭૪