________________
કરશે તેની અસંખ્યાત અને જે અનંતકાળ સુધી સંસારમાં સ્થિત રહેશે તેમની અનંત ઇન્દ્રિયો થશે.
- પૃથ્વીકાયિકો, અપકાયિકો, વનસ્પતિકાયિકો, તેઉકાયિક અને વાઉકાયિકની આગામી દ્રવ્યન્દ્રિયો નવ અથવા દશ હોય છે. કેમકે પૃથ્વીકાયિક આદિ ઉદ્વર્તન કરીને મનુષ્યોમાં ઉત્પન્ન થઈને સિદ્ધ થઈ જાય છે. તેમાંથી જે આગલા ભવમાં મનુષ્યભવ પામીને સિદ્ધ થઈ જશે. તેની મનુષ્ય ભવ સંબંધી આઠ દ્રવ્યન્દ્રિયો હોય છે. જે આગામી એક ભવ પૃથ્વી આદિનો કરીને મનુષ્ય થઈને સિદ્ધ થશે. તેની નવ ઇન્દ્રિયો હોય છે. પરંતુ તેલ અને વાઉકાયિક જીવ મરીને મનુષ્યભવ પ્રાપ્ત કરી શકતા નથી. વિક્લેન્દ્રિય જીવો ફરીને મનુષ્ય ભવ તો પ્રાપ્ત કરી શકે છે. પરંતુ સિદ્ધિ પ્રાપ્ત કરી શકતા નથી. તે માટે જ તેમની જઘન્ય નવ નવ ઇન્દ્રિયો કહેવી જોઈએ.
મનુષ્યોની આગામી દ્રવ્યેન્દ્રિય કોઈને હોય છે. અને કોઈને નથી હોતી. જે એ જ મનુષ્ય ભવથી સિદ્ધ થઈ જાય છે તેમની નથી હોતી, બાકીના મનુષ્યોમાં જે મનુષ્ય વચમાં એક ભવ એકેન્દ્રિયનો કરીને, મનુષ્ય થઈને સિદ્ધ થઈ જાય છે. તેની આગામી નવઇન્દ્રિયો હોય છે. સનકુમાર દેવોથી લઈને રૈવેયક દેવની વક્તવ્યતા નારકોની સમાન સમજવી જોઈએ. કેમકે તે દેવો રચવીને પૃથ્વીકાય આદિમાં ઉત્પન્ન થતા નથી. પરંતુ પંચેન્દ્રિયોમાં જ ઉત્પન્ન થાય છે.
| વિજય, વૈજયંત, જયંત અપરાજિત દેવની આગામી દ્રવ્યેન્દ્રિય ૮, ૧૬, ૨૪ અથવા સંખ્યાત આગામી દ્રવ્યેન્દ્રિય હોય છે. જે દેવ આગલા જ ભવમાં મનુષ્ય થઈને સિદ્ધિ પ્રાપ્ત કરી લેશે તેની દ્રવ્યેન્દ્રિય ૮ હોય છે. પરંતુ જે એકવાર મનુષ્ય થઈને પાછો મનુષ્યભવ પ્રાપ્ત કરીને સિદ્ધ થશે તેની ૧૬ હોય છે. જે દેવ ભવથી યુત થઈને મનુષ્ય થશે અને ફરી દેવ થશે. અને પાછો મનુષ્ય થઈને સિદ્ધ થશે તો તેની ૨૪ આગામી દ્રવ્યેન્દ્રિયો હોય છે. સંખ્યાતકાળ સુધી રહેવાવાળાની આગામી સંખ્યાત દ્રવ્યન્દ્રિયો હોય છે.
સર્વાર્થસિદ્ધ વિમાનના દેવની અતીત દ્રવ્યન્દ્રિયો અનંત હોય છે. બદ્ધ આઠ ને આગામી પણ આઠ જ હોય છે. વિજય આદિ વિમાનોમાં ગયેલ જીવ અસંખ્યાત કે અનંતકાળ સુધી સંસારમાં રહેતા નથી. એ કારણે તેમની આગામી દ્રવ્યન્દ્રિયો સંખ્યાત
૨૭૯