________________
આમાં જીભ અને તેની અંદરનો અવયવ એ નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય કહેવાય છે. તેમાં પોતાનો જ વિષય જાણવાની જે અમુક શક્તિ છે તેને ઉપકરણ દ્રવ્યઇન્દ્રિય કહે છે. નિવૃત્તિ દ્રવ્યઇન્દ્રિયમાં જીભનો બાહ્ય અવયવ ને બાહ્ય નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય અને અંદરનો અવયવ-આપ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય કહેવાય છે.
હવે આત્મામાં રહેલી જ્ઞાનશક્તિ અને તેની જાગૃતિને ભાવેન્દ્રિય કહેવાય છે. જિલ્લેન્દ્રિય મતિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કહેવાય છે. અને તે એક જાતની શક્તિરૂપે હોવાથી તેનું નામ લબ્ધિ ભાવેન્દ્રિય કહેવાય છે. લબ્ધિ એટલે શક્તિ. અને તેનો ઉપયોગ કરવાનો પ્રસંગ આવે અને શક્તિ જાગી ઊઠે તેને ઉપયોગ ભાવેન્દ્રિય કહે છે.
આ રીતે કોઈ પણ ઇન્દ્રિયનો ૨૩માંના પોતપોતાના વિષય સાથે બાહ્ય આકાર મારફત અંદરના આકાર સાથે સંબંધ થાય છે. અને પોતાની શક્તિથી પોતાના વિષય પૂરતો જ જાણવાનો પ્રયત્ન દ્રવ્યઇન્દ્રિય કરે છે કે તરત તેની અસર આત્મામાં રહેલા ક્ષયોપશમ ઉપ૨ થાય છે. અને નિર્ણય કરે છે. આ છેલ્લો નિર્ણય શબ્દોમાં ગોઠવવો તેને શ્રુતજ્ઞાનનો ઉપયોગ સમજવો. પરંતુ શબ્દમાં ગોઠવાય નહિ છતાં નિશ્ચય થાય, ત્યાં સુધી જિલ્લેન્દ્રિય નિમિત્તથી ઉત્પન્ન થતો જિલેન્દ્રિય મતિ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમનો ઉપયોગ સમજવો. આ પ્રમાણે દરેક ઇન્દ્રિય માટે સમજી લેવું. માત્ર દ્રવ્યઇન્દ્રિયોના બાહ્ય આકારો પ્રાણીઓમાં જુદા-જુદા જોવામાં આવે છે.
દંડકમાં ઇન્દ્રિય ઃ
इंदियदारं सुगमं ॥१५॥
ગાથાર્થ ઃ
:
૫ સ્થાવરને એક સ્પર્શેન્દ્રિય હોવાથી એક ઇન્દ્રિય છે. બેઇન્દ્રિયને સ્પર્શ અને રસની બે ઇન્દ્રિય છે. તેઇન્દ્રિયને સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય સહિત ૩ ઇન્દ્રિય છે. ચૌરેન્દ્રિયને સ્પર્શેન્દ્રિ, રસેન્દ્રિય, પ્રાણેન્દ્રિય અને ચક્ષુઇન્દ્રિય સહિત ૪ ઇન્દ્રિય છે. અને બાકીના ૧૩ દેવના દંડક ૧ નાક, ૧ ગર્ભજ તિર્યંચ અને ગર્ભજ મનુષ્ય એ સર્વ મળી ૧૬ દંડકોને સ્પર્શેન્દ્રિય-૨સના-પ્રાણ-ચક્ષુ અને શ્રોત્ર એ ૫ ઇન્દ્રિયો છે. એ
૨૦૮૬