________________
તો પણ સર્પની જેમ પોતાના દોષથી હણાયેલો તે વિશ્વાસ કરવાલાયક રહેતો નથી. યોગના પ્રપંચ અને વિશ્વાસઘાતથી, ધનના લોભથી રાજાઓ સમગ્ર જગતને ઠગે છે. વણિક લોકો ખોટાં તોલમાપ રાખી, સુંદર વર્તાવ બતાવીને પોતાની ચાલાકીથી ભદ્રિક લોકોને માયાથી છેતરે છે. આ રીતે કાર્યો કરીને પોતાના જ આત્માને ઠગનારા તેઓ પોતાનો ધર્મ અને સદ્ગતિનો નાશ કરે છે.
માયાનું પરિણામ પામેલા પુરુષને અંધ, લંગડા, બહેરા, સૂતેલા અજાણ્યા બાળકની જેમ સર્વ પ્રકારનાં કપટ અને નાટક કરતાં આવડે છે. વળી માયારૂપ રાક્ષસથી પ્રસ્ત પુરુષ તન, ધન અને મિત્રોનો નાશ કરે છે. માયાના કારણે મિત્રની મિત્રતા તૂટી
જાય છે.
દંડમાં માયા વિશે -
માયા આત્માના ગુણોને દંડનાર હોવાથી તેનું દંડકમાં વર્ણન કરવામાં આવેલ છે. ૨૪ દંડકના ૨૪ દ્વારમાં છઠ્ઠ કષાય દ્વાર છે. કષાય દ્વારમાં ચાર કષાયો બતાવ્યા છે. ત્રીજા નંબરનો કષાય માયા છે. બધા જ દંડકમાં માયા રૂપી કષાય હોય છે. એકેન્દ્રિયમાં તે ઉદય અસ્પષ્ટ હોય છે. બેઇન્દ્રિયાદિકમાં કંઈક અધિક સ્પષ્ટ હોય છે. અને પંચેન્દ્રિયમાં અત્યંત સ્પષ્ટ હોય છે. માયા રહિત તો માત્ર એક મનુષ્યના દંડકમાં વીતરાગી ભગવંતો અને સિદ્ધ ભગવંતો પણ હોય છે.
માયાને કારણે જીવ અનેક રીતે દંડાય છે તે નીચે પ્રમાણે બતાવેલ છે. અનંતાનુબંધી માયાના કારણે સમન્વગુણનો ઘાત થાય છે. તેનો અનંતો સંસાર વધી જાય છે. તેની સમજણ વિપરીત હોવાથી તે સાચા દેવ, ગુરુ અને ધર્મ તત્ત્વને પિછાણી શકતો નથી. અપ્રત્યાખ્યાની માયાના કારણે દેશવિરતિનો ઘાત થાય છે. તે વ્રત પચ્ચખાણ કરી શકતો નથી. પ્રત્યાખ્યાની માયાથી સર્વવિરતીનો ઘાત થાય છે. તે પાંચ મહાવ્રતોને ભાવથી સ્વીકારી શકતો નથી. સંજવલન માયાથી યથાખ્યાત ચારિત્રનો ઘાત થાય છે. યથાખ્યાત ચારિત્રના ૧૧ થી ૧૪ ગુણસ્થાન છે. સંજવલનની માયા રહે ત્યાં સુધી ૧૧મા ગુણસ્થાન સુધી જઈ શકતો નથી. આ રીતે ૨૪ દંડકોમાં ચારેય પ્રકારની માયાવાળા જીવો હોય છે.
૨૪૦