________________
નિલ વેશ્યાની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાત ભાગથી અધિક ૧૦ સાગરોપમની છે.
- કાપોત વેશ્યાની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક પલ્યોપમના અસંખ્યાતમાં ભાગથી અધિક ત્રણ સાગરોપમની છે.
તેજો વેશ્યાની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગથી અધિક બે સાગરોપમની છે.
પલેશ્યાની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અધિક ૧૦ સાગરોપમની છે.
શુક્લલેશ્યાની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત અધિક ૩૩ સાગરોપમની છે.
આ વેશ્યાઓની સામાન્ય રીતે સ્થિતિ કહેવામાં આવી છે. આમાં ગતિ વિશેષની વિવક્ષા કરવામાં આવેલ નથી.
હવે ચારે ગતિઓમાં લેગ્યાની સ્થિતિ કહે છે. નારકોમાં લેસ્થાની સ્થિતિ -
નારકોમાં કાપોત" લેશ્યાની જઘન્ય સ્થિતિ ૧૦ હજાર વર્ષની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાત ભાગથી અધિક ત્રણ સાગરોપમની છે.
. નીલલેશ્યાની જઘન્ય સ્થિતિ ૩ સાગરોપમ તથા પલ્યોપમના અસંખ્યાત ભાગ પ્રમાણ છે. ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૦ સાગરોપમ તથા પલ્યોપમના અસંખ્યાત ભાગ પ્રમાણ છે.
કૃષ્ણલેશ્યાની જઘન્ય સ્થિતિ દશ સાગરોપમ તથા પલ્યોપમના અસંખ્યાત ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમની છે.
પ્રથમ ત્રણ નરક સુધી કાપોત લેગ્યા હોય છે. જઘન્ય સ્થિતિ પ્રથમ નરકની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીજી નરકમાં લેવાય છે.
ત્રીજી, ચોથી, પાંચમી નરકમાં નીલલેશ્યા છે. આ નીલલેશ્યાની જઘન્ય સ્થિતિ ત્રીજી નરકની અને ઉત્કૃષ્ટ સ્થિતિ પાંચમી નરકની છે. પાંચમી, છઠ્ઠી અને સાતમી
૨૫૯