________________
શુકલેશ્યાનો રસ :
શુકલલેશ્યા રસની અપેક્ષાએ જેવો ખજુરનો રસ, દ્રાક્ષનો રસ, દૂધમાં બનાવેલી ખીરનો રસ, ખાંડ અને સાકરનો રસ જેવો મીઠો હોય છે એનાથી પણ અનંતગુણો મીઠો રસ શુકલ લશ્યાનો હોય છે.
વળી શુકલલેશ્યાનો રસ, જેમ ગોળ, ખાંડ, સાકર, રાબ, લાડુ, ભિશકંદ નામનું મિષ્ટાન્ન, પુરુષોત્તર નામનું મિષ્ટાન્ન, પદ્મોત્તર નામનું મિષ્ટાન્ન, આદેશિકા નામનું મિષ્ટાન્ન, સિદ્ધાર્થિકા નામનું મિષ્ટાન્ન, આકાશાસ્ફાત્તિતોપમા નામનું મિષ્ટાન, અનુપમા નામનું મિષ્ટાન્ન, ઉપમા નામનું મિષ્ટાન્ન, આદિના રસથી પણ શુકલ લેશ્યાનો રસ અધિક ઈષ્ટ યાવત્ અધિક મનોmત્તર હોય છે. ..
શુક્લલશ્યાનાં લક્ષણો “- (પરમશુભ મનોવૃત્તિ) આ મનોભૂમિ શુભ મનોવૃત્તિની સર્વોચ્ચ ભૂમિકા છે. પબલેશ્યામાં શુભ ગુણની માત્રા વધારે હોય છે. પરંતુ આ લેગ્યામાં વિશુદ્ધિની માત્રા અધિક હોય છે.
જેમકે આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનો પરિત્યાગ કરીને આત્માધર્મધ્યાન અને શુકલધ્યાનનું સેવન કરે છે. પ્રશાંત ચિત્તવાળા હોય છે. અશુભ યોગોના પરિતાપથી પોતાના આત્માને વશમાં રાખે છે. પાંચ સમિતિઓનું પાલન કરે છે. ત્રણ ગુપ્તિઓથી પોતાના ચારિત્રનું રક્ષણ કરે છે. તથા જે સરાગ હોય કે વીતરાગ હોય, ઉપશમ ભાવથી જે યુક્ત હોય. ઇન્દ્રિયોને વશમાં જેણે રાખેલ હોય. હંમેશા સ્વધર્મ અને સ્વ સ્વરૂપમાં નિમગ્ન રહે છે. આવા પ્રકારના લક્ષણોથી યુક્ત જીવોને શુક્લલેશ્યાવાળા જાણવા. છ લેશ્યાઓની ગંધ :
કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, અને કાપોલ લેશ્યા, આ ત્રણ લેશ્યાઓ દુર્ગધવાળી અને તેજો વેશ્યા, પાલેશ્યા અને શુકલ લેગ્યા આ ત્રણ લેશ્યાઓ સુગંધવાળી કહેલી છે.
પ્રથમનીષ૦ ત્રણ લેશ્યાઓ અપ્રશસ્ત છે. એ ત્રણે વેશ્યાઓની ગંધ જેવી રીતે ગાયના મરેલા શરીરની, કૂતરાના મરેલા શરીરની. સર્પના મરેલા શરીરની જેવી દુર્ગધ હોય છે તેનાથી પણ અધિક દુર્ગધ કૃષ્ણલેશ્યા, નેલ લેશ્યા અને કાપોતલેશ્યા જેવી ત્રણ
૨૫૬