________________
ક્રોધ કરવાથી સંતાપનો વધારો થાય છે. વિનયનો નાશ થાય છે. પાપ વચનો પેદા થાય છે. કજિયા-કંકાસ થાય છે. કીર્તિનો નાશ થાય છે. કુબુદ્ધિ પેદા થાય છે. અને પુણ્યોદયનો નાશ થાય છે.
ક્રોધથી આત્મા મલિન થઈ જાય છે. ક્રોધી વ્યક્તિ બીજાનો તિરસ્કાર કરે છે. પોતાની જ મરજી પ્રમાણે તે વર્તન કરે છે. પરિવારની સાથે વાસ કરી શકતો નથી. કરેલા ઉપકારને ઓળવે છે. તેમાં સમતાનો અભાવ જ દેખાય છે.
ક્રોધને જીતવાના ઉપાયો પણ શાસ્ત્રકારોએ બતાવેલા છે. અનંત આત્માઓએ ક્રોધને જીત્યો છે. ક્રોધને ક્ષમા દ્વારા જીતી શકાય છે. સહનશીલતાનો ગુણ કેળવવાથી ક્રોધને વશમાં રાખી શકાય છે.
દંડકમાં ક્રોધ વિશે :
દંડકમાં ક્રોધ વિશે કહેવામાં આવેલ છે. ૨૪ દંડકના ૨૪ દ્વારમાં છઠ્ઠો કષાય દ્વાર છે. તેમાં ચાર કષાયો બતાવેલ છે. પ્રથમ ક્રોધ છે. બધા જ દંડકમાં ક્રોધ રૂપી કષાય હોય છે. એકેન્દ્રિયોમાં તેનો ઉદય અસ્પષ્ટ હોય છે. બેઇન્દ્રિયાદિકમાં કંઈક અધિક સ્પષ્ટ હોય છે. અને પંચેન્દ્રિયોમાં ક્રોધનો ઉદય સ્પષ્ટ હોય છે. ક્રોધ રહિત તો માત્ર મનુષ્યના દંડકમાં વિતરાગી ભગવંતો હોય છે. અને સિદ્ધ પરમાત્માઓ પણ ક્રોધ રહિત હોય છે.
ક્રોધનાં કારણે જીવ અનેક રીતે દંડાય છે. તે નીચે પ્રમાણે બતાવેલ છે. અનંતાનુબંધી ક્રોધનાં કારણે સમ્યક્ત્વ ગુણનો ઘાત થાય છે. તેનો અનંતો સંસાર વધી જાય છે. તેની સમજણ વિપરીત હોય છે. સાચા દેવ-ગુરુ અને ધર્મ તત્ત્વને તે પિછાણી શકતો નથી. અપ્રત્યાખ્યાની ક્રોધનાં કારણે દેશિવરતિનો ઘાત થાય છે. તે આત્મા પાંચમાં ગુણસ્થાનનો સ્પર્શ કરી શકતો નથી. તેમાં સમકીત હોય પણ જીવ કોઈ પણ જાતના વ્રત પચ્ચખાણ કરી શકતો નથી. આશ્રવોનાં દ્વાર તો વ્રત પચ્ચખાણથી જ બંધ કરી શકાય છે. અવ્રતી અને અપચ્ચખાણી હોવાથી આશ્રવના દ્વારમાંથી કર્મનો પ્રવાહ આત્મારૂપી તળાવમાં આવ્યા કરે છે. પ્રત્યાખ્યાની ક્રોધ સર્વ વિરતીનો પ્રતિબંધક છે. આ કષાયના સદ્ભાવમાં તે સર્વવિરતી-સંયમી બની શકતો નથી. દેશથી વ્રતો, પચ્ચખાણો કરી શકે પરંતુ સંપૂર્ણપણે તે છ કાયના જીવોની દયા પાળી શકતો નથી.
૨૩૧