________________
દડકમાં સંસ્થાન :
सव्वे सुराय चउसंसा । नर-तिरि छस्संठाणा, हुंडा विगलिदि-नेरइया ॥१२॥
ગાથાર્થ :
સર્વ દેવોને સમચતુરગ્ન સંસ્થાન હોય છે. દેવના ૧૩ દંડકોમાં કોઈ પણ દેવ કે દેવીને સમચતુરગ્સ સિવાય બીજું સંસ્થાન નથી. પરંતુ તે ભવધારણીય (મૂળ) શરીરની અપેક્ષાએ જાણવું. કારણ કે દેવોનું ઉત્તર વૈક્રિય સંસ્થાન તો સિદ્ધાંતમાં અનેક પ્રકારનું કહ્યું છે.
ગર્ભજ મનુષ્ય અને ગર્ભજ તિર્યંચોને છએ સંસ્થાન હોય છે. યુગલિક મનુષ્ય અને યુગલિક તિર્યંચોને તો દેવોની જેમ એક સમચતુરગ્ન સંસ્થાન જાણવું. અને બાકીના સંખ્યાત આયુષ્યવાળા મનુષ્ય તિર્યંચોને ૬ સંસ્થાને હોય છે. સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યોમાં પણ સર્વે તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ, પ્રતિવાસુદેવ આદિ સમચતુરગ્ન સંસ્થાની હોય છે.
વિકલેન્દ્રિયો અને નારકોને સર્વ લક્ષણ હીન હુડક સંસ્થાન હોય છે. તેમાં પણ નારકોનું હુંડક સંસ્થાન પાંખ ઊખાડી નાંખેલા પક્ષી જેવું અતિ બીભત્સ અને ભયાનક હેય છે. એકેન્દ્રિયોનાં સંસ્થાન નીચે પ્રમાણે બતાવેલાં છે.
नाणाविह-धय-सूई-बुब्बुय वणवाउ-तेउ अपकाया. ।
पुढवी मसूर-चंदा, कारा संठाणओ भणिया ॥१३॥ ગાથાર્થ - એકન્દ્રિય જીવોનાં હંડક સંસ્થાનો -
પ્રત્યેક વનસ્પતિકાયના જુદા જુદા અનેક આકારનાં સંસ્થાનો હોય છે. વાઉકાયનું ધ્વજાના આકારનું હોય છે. અગ્નિકાયનું સોયના આકારનું હોય છે. અપકાયનું પરપોટાના આકારનું હોય છે. પૃથ્વીકાયનું મસુરની દાળ અથવા અર્ધચંદ્રના આકારનું હેય છે.
૪