________________
વાર દ્વાપરયુગ્મ પ્રદેશાવગાઢ છે. પરંતુ કલ્યોજ પ્રદેશાવગાઢ નથી. ચતુરગ્ન સંસ્થાનનું વૃત્ત સંસ્થાના પ્રમાણે કથન સમજવું.
આયત સંસ્થાન કોઈ વાર કૃતયુગ્મ પ્રદેશાવગઢ યાવત્ કોઈ વાર કલ્યો પ્રદેશાવગાઢ પણ છે.
અનેક પરિમંડલ સંસ્થાનો સામાન્ય રૂપથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે પરંતુ વ્યાજ અને દ્વાપરયુગ્મ પ્રદેશાવગાઢ નથી. વૃત્ત સંસ્થાનોનું કાવત્ આયત સંસ્થાનનું સઘળું કથન અનેક પરિમંડલ સંસ્થાના પ્રમાણે સમજવું. ભેદની અપેક્ષાથી તે કૃતયુગ્મ પ્રદેશાવગાઢવાળા યાવતુ કલ્યોજ પ્રદેશાવગાઢવાળા પણ છે.
પરિમંડલ સંસ્થાન કોઈ વાર કૃતયુગ્મ સમયની સ્થિતિવાળું હોય છે. યાવત કલ્યોજ સમયની સ્થિતિવાળા છે. સઘળા પરિમંડલ સંસ્થાનો સામાન્યપણાથી કોઈ વાર કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા પણ છે. યાવત કલ્યોજ સમયની સ્થિતિવાળા પણ છે. ભેદની અપેક્ષાએ પણ એ જ પ્રમાણે સમજવું.
પરિમંડલ સંસ્થાનના કથન પ્રમાણે યાવતું આયત સંસ્થાન સુધીનું સઘળું કથન સમજવું જોઈએ.
પરિમંડલ સંસ્થાન કાળાવર્ણના પર્યાયોની અપેક્ષાએ કોઈ વાર કૃતયુગ્મ છે. યાવત કોઈ વાર કલ્યોજરૂપ છે. એ જ રીતે નીલા, લાલ, પીળા અને ધોળા વર્ગોના પર્યાયોની અપેક્ષાથી પણ કૃતયુગ્માદિરૂપ કહ્યાં છે તેમ સમજવું. ,
એ જ રીતે પરિમંડલ વગેરે સંસ્થાનો બે ગંધથી, પાંચ રસથી, અને આઠ સ્પર્શથી થાવત રૂક્ષ સ્પર્શીના પર્યાયોથી કૃતયુગ્મદિરૂપ છે એ જ પ્રમાણે સમજવું જોઈએ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાએ સંસ્થાનની સમજણ -
પરિમંડલ સંસ્થાન દ્રવ્યપણાથી એક જ છે. કેમ કે એક પરિમંડલનો ચાર ચારથી અપહાર થતો નથી. તેથી એકપણાના વિચારમાં કૃતયુગ્મ વિગેરેનો વ્યપદેશ થતો નથી. પરંતુ કલ્યોજપણાનો વ્યપદેશ થાય છે.
૨૨૨