________________
કે બ્રહ્મચર્ય જેવું કોઈ તપ નથી. ચારિત્રનું પાલન કરવાથી મૈથુન સંજ્ઞાને સંપૂર્ણપણે જીતી શકાય છે.
પરિગ્રહસંજ્ઞાને જીતવા માટે પાંચમું અણુવ્રત ધારણ કરવું જોઈએ. તેમાં પરિગ્રહની મર્યાદા કરી શકાય છે. બાહ્ય પરિગ્રહ ૯ પ્રકારના અને આત્યંતર પરિગ્રહ ૧૪ પ્રકારનાં છે. બાહ્ય અને અભ્યાંતર પરિગ્રહનો ત્યાગ કરવાથી, મૂચ્છ ભાવ દૂર કરવાથી અને સંતોષવૃત્તિને ધારણ કરવાથી પરિગ્રહ સંજ્ઞાને જીતી શકાય છે.
સંજ્ઞાના ગુણસ્થાન ૧ થી ૬ છે. પ્રમત્તદશા સંયમીને જ્યારે છૂટી જાય છે. અને અપ્રમત્ત ભાવમાં સ્થિર અણગાર ચારેય સંજ્ઞાઓને જીતી શકે છે. ૭ થી ૧૪ ગુણસ્થાનમાં સંજ્ઞા રહેતી નથી. માટે સંજ્ઞા વિજેતા બનવા માટે આત્મરમણતા કરવી જોઈએ. કેમ કે તેનાથી અપ્રમત્ત દશા પ્રગટ થાય છે. આહારાદિ સંજ્ઞાઓના ઉત્પન્ન થવાનાં કારણો - આહાર સંશાના ઉત્પન્ન થવાનાં કારણો -
બહિરંગ કારણોમાં - આહારને જોવાથી, આહારના ઉપયોગથી અને પેટ ખાલી થઈ જવાથી તેમજ અંતરંગ કારણોમાં અસાતા વેદનીયની ઉદિરણા થવાથી તેમ જ સુધા વેદનીયના ઉદયથી આહાર સંજ્ઞા ઉત્પન્ન થાય છે. ભય સંજ્ઞા ઉત્પન્ન થવાનાં કારણો :
બહિરંગ કારણોમાં - અતિ ભયંકર દર્શનથી, તેના ઉપયોગથી અને શક્તિની હીનતા થવાથી તેમજ અંતરંગ કારણોમાં - ભય મોહનીય કર્મની ફરિણા થવાથી ભય સંજ્ઞા ઉત્પન્ન થાય છે. મૈથુન સંશા ઉત્પન્ન થવાનાં કારણો -
બહિરંગ કારણોમાં ગરિઇ, સ્વાદિષ્ટ અને રસયુક્ત ભોજન કરવાથી, પૂર્વમુક્ત વિષયોનું ધ્યાન કરવાથી, કુશીલનું સેવન કરવાથી અને અંતરંગ કારણોમાં વેદ મોહનીયની ઉદરણા થવાથી મૈથુન સંજ્ઞા ઉત્પન્ન થાય છે. પરિગ્રહ સંશા ઉત્પન્ન થવાનાં કારણો -
બહિરંગ કારણોમાં - ભોગપભોગનાં સાધનભૂત ઉપકરણોને જોવાથી, તેનો
૨૧૪