________________
(૬) દશાશ્રુતસ્કંધ નિર્યુક્તિ"
દશાશ્રુતસ્કંધ નામના છેદ સૂત્ર પર દશાશ્રુતસ્કંધ નિર્યુક્તિ છે. પ્રથમ અસમાધિસ્થાન અધ્યયનની નિયુક્તિમાં સ્થાનનો નામાદિ ૧૫ નિક્ષેપોથી ઉલ્લેખ કર્યો છે. બીજા અધ્યયનમાં શબલનું નામાદિ ચાર નિક્ષેપોથી વિવેચન કર્યું છે. ત્રીજા આસાતના અધ્યયનની નિયુક્તિમાં બે પ્રકારની આસાતનાની વ્યાખ્યા કરીને નામાદિ છ નિક્ષેપો બતાવ્યા છે. ચોથા અધ્યયનમાં “ગણિ” અને “સંપદા' પદોનો નિક્ષેપપૂર્વક વિચાર કર્યો છે. પાંચમાં અધ્યયનમાં “ચિત” અને “સમાધિનું નિક્ષેપપૂર્વક વ્યાખ્યાન કર્યું છે. છઠ્ઠા અધ્યયનમાં “ઉપાસક' અને “પ્રતિમાનું નિક્ષેપપૂર્વક વ્યાખ્યાન કરી ભિક્ષુપ્રતિમા ૧૨ અને ઉપાસક પ્રતિમા ૧૧ બતાવી છે. સાતમા અધ્યયનમાં ભિક્ષુપ્રતિમાના અધિકારમાં ભાવભિક્ષુ પ્રતિમા ૫ પ્રકારની વર્ણવી છે. આઠમા અધ્યયનની નિયુક્તિમાં પર્યુષણ કલ્પનું વ્યાખ્યાન કર્યું છે. નવમા અધ્યયન નિયુક્તિમાં મોહનીયની નામાદિ ચાર પ્રકારે વ્યાખ્યા કરી છે. દશમા અધ્યયનની નિયુક્તિમાં જન્મમરણનું વ્યાખ્યાન કર્યું છે. આમ દશાશ્રુતસ્કંધનિયુક્તિમાં નિક્ષેપ આદિનાકથન ઠામ મૂળ આગમના ભાવો રજૂ કર્યા છે. (૭) બૃહકલ્પ નિર્યુક્તિ" -
આ નિયુક્તિ ભાષ્ય મિશ્રિત અવસ્થામાં મળે છે. પ્રથમ ઉદ્દેશામાં કેરી, તાલ, પ્રલંબ, ભિન્ન આદિ પદોનું નામાદિ ચાર નિક્ષેપોથી વિવેચન કર્યું છે. પ્રથમ ઉદેશાના અંતમાં આર્યક્ષેત્રનું વ્યાખ્યાન છે. જેમાં આર્યપદનો નામાદિ ૧૨ નિક્ષેપોથી વિચાર કરવામાં આવેલ છે. આ પદ્ધતિથી જ બધા જ ઉદ્દેશાઓનું વ્યાખ્યાન કરવામાં આવ્યું છે. (૮) વ્યવહાર નિયુક્તિ :
વ્યવહારસૂત્ર અને બૃહત્કલ્પસૂત્ર એકબીજાના પૂરક છે. વ્યવહાર નિક્તિ પણ ભાષ્ય મિશ્રિત છે. બૃહત્કલ્પસૂત્રમાં શ્રમણ જીવનની સાધનાને માટે આવશ્યક વિધિવિધાન, અપવાદ આદિનો નિર્દેશ કરવામાં આવેલ છે તે જ રીતે વ્યવહારસૂત્રમાં પણ આ વિષયો સંબંધી ઉલ્લેખ છે.