________________
આવું મહાન વૈક્રિય શરીર શ્રી વિષ્ણુકુમાર મુનિએ વર્ષાકાળમાં એક સ્થાને સ્થિર રહેલા મુનિઓને ધર્મદ્વેષથી દેશમાંથી ચાલ્યા જવાનું કહેનાર અને કોઈ રીતે નહિ સમજનાર મહાપાપી નમુચિ પ્રધાનને સજા કરવા શ્રી મુનિસુવ્રત સ્વામીના શાસનમાં બનાવ્યું હતું.
ઉત્તરવૈક્રિયની વિકુર્વણાનો કાળ
अंतमहुतं निरए, मुहुत्त चतारि तिरिय - मणुउसु ।
देवेसु अद्ध मासो, उक्कोस विउव्वणा - कालो" ||१०||
ગાથાર્થ ઃ
ઉત્કૃષ્ટ વિપુર્વણાનો કાળ નારકોમાં અંતર્મુહૂર્ત, તિર્યંચ અને મનુષ્યોમાં ૪ મુહૂર્ત, અને દેવોમાં ૧૫ દિવસ છે.
આ કહેલો કાળ વ્યતીત થયે, તે શરીર સ્વતઃ વિલય પામી જાય છે. અને તે કાળ પહેલાં પણ જો તે શરીરની જરૂર ન હોય તો બુદ્ધિપૂર્વક સંહરણ પણ કરવું પડે છે. વાયુકાયમાં તો રચના અને વિલય બન્ને સ્વતઃ થાય છે. શ્રી જીવાભિગમ અને ભગવતી સૂત્રમાં ગર્ભજ તિર્યંચ મનુષ્યનો વૈક્રિય શરીરનો અવસ્થાનકાળ અંતર્મુહૂર્ત કહ્યો છે.
દંડક પદોમાં ઔદારિકની, મૂળ અને ઉત્તર વૈક્રિયની અવગાહના તથા ઉત્તરવૈક્રિયનો કાળ કહ્યો છે.
આહારાક શરીરની જઘન્ય અવગાહના જઘન્ય ન્યૂન ૧ હસ્ત પ્રમાણ કહી છે. અને ઉત્કૃષ્ટ સંપૂર્ણ ૧ હાથ પ્રમાણ છે. કાળ-જઘન્ય અને ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. ત્યારબાદ આહારક શરીર વિલય પામે છે, અને આત્મપ્રદેશો ઔદારિકમાં પ્રવેશે છે. તૈજસ અને કાર્યણની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ એટલે સૂક્ષ્મ વનસ્પતિના ઔદારિક શરીર જેટલી છે. તથા ઉત્કૃષ્ટ સાધિક ૧ લાખ યોજન પ્રમાણ ઉત્તર વૈક્રિય દેહની અપેક્ષાએ છે. અને કેવિલ સમુદ્દાતની અપેક્ષાએ સંપૂર્ણ લોકાકાશ પ્રમાણ છે.
૧૯૭