________________
સંજ્ઞાના ભેદ ઃ- શાસ્ત્રમાં દર્શાવેલ સંજ્ઞાઓના વિવિધ પ્રકારે વર્ણન પ્રાપ્ત થાય
છે. જેમકે .
સંજ્ઞા બે પ્રકારની છે : ક્ષાયોપશમિકી અને ઔપશમિકી
સંજ્ઞા ત્રણ પ્રકારની પણ છે. : દીર્ધકાલિકી સંજ્ઞા, હેતુવાદોપદેશિકીસંજ્ઞા તથા દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા.
સંશા ચાર પ્રકારની પણ છે : આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞા.
સંજ્ઞા દશ પ્રકારની પણ છે : આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા, ક્રોધ સંજ્ઞા, માન સંજ્ઞા, માયા સંજ્ઞા, લોભ સંજ્ઞા, લોક સંજ્ઞા અને ઓધ સંજ્ઞા.
સંજ્ઞાના ભેદોનાં લક્ષણો :- વિવેચન
સંજ્ઞા નામાદિના ભેદથી ચાર પ્રકારની છે. જ્ઞ શરીર, ભવ્ય શરીર છોડીને સચિત, અચિત, મિશ્રના ભેદથી ત્રણ પ્રકારની છે. સચિત વડે, હસ્તાદિ વડે પાણી, ભોજન આદિ ગ્રહણ થાય . છે. અચિત વડે ધ્વજાતિનું અને મિશ્રવડે પ્રતિપાદિની સંજ્ઞા ઋણ છે. ભાવ સંજ્ઞા બે પ્રકારની છે. અનુભવન સંજ્ઞા અને જ્ઞાન સંજ્ઞા. એ જ્ઞાન સંજ્ઞા પાંચ પ્રકારની છે. મતિજ્ઞાનાદિ પાંચ છે. સ્વકૃત કર્મોના ઉદયથી જેની ઉત્પત્તિ થાય છે તેને અનુભવન સંજ્ઞા કહેવાય છે. તે ૧૬ પ્રકારની છે.
(૧) આહાર સંશાk :
ક્ષુધા વેદનીય કર્મના ઉદયે ગ્રાસ આદિના આહાર માટે પુદ્ગલોને ગ્રહણ કરવાની જે ક્રિયા થાય છે તેને આહાર સંજ્ઞા કહેવાય છે. ક્ષુધા વેદનીય કર્મના ઉદયથી થવાવાળી આહારની અભિલાષારૂપ આત્માની પરિણતિને આહાર સંજ્ઞા કહેવાય છે. (૨) ભય સંજ્ઞા :
ભય સંજ્ઞા ત્રાસ રૂપ છે. અત્યંત ભયથી ઉત્પન્ન જે ભાગીને છુપાઈ જવાની ઇચ્છા થાય છે તેને ભય સંજ્ઞા કહેવાય છે. ભય મોહનીયના ઉદયથી ભયભિત પ્રાણીનાં નયન અને મુખમાં વિકાર ઉત્પન્ન થાય તેને ભય સંજ્ઞા કહે છે.
૨૦૭