________________
નારકોની ઉત્કૃષ્ટ અવગાહના ૫૦૦ ધનુષ્ય (૪ હાથનું ૧ ધનુષ્ય છે તેથી ૨૦૦૦ હાથ એટલે વા ગાઉ) અને દેવોની ઉત્કૃષ્ટ અવગાહના ૭ હાથ પ્રમાણની છે. એ પ્રમાણે સામાન્યથી નારકોની અને દેવોની અવગાહના કહી છે. દેવ-નારકોની વિશેષતઃ અવગાહનાનું વર્ણન આગળ કર્યું છે.
गब्भतिरि सहस जोयण, वणस्सई अहिय जोयण सहस्सं ।
नर-तेइंदि तिगाऊ, तेइंदिय जोयणे बार ॥७॥ ગાથાર્થ -
ગર્ભજ તિર્યંચની હજાર જોજનની છે. વનસ્પતિની હજાર યોજનથી પણ કંઈક અધિક છે. ગર્ભજ મનુષ્ય અને તે ઇન્દ્રિયની ૩ ગાઉ અને બેઇન્દ્રિયની બાર જોજનની હેલ છે. *
| સર્વે સમદ્રો પ્રમાણાંગુલથી ૧000 જોજન ઊંડા છે. સમુદ્રોનાં જે જે સ્થાને ઉત્સધાંગુલના પ્રમાણવાળી 1000 જોજનની ઊંડાઈ હોય, ત્યાં જે જે કમળ વગેરે વનસ્પતિ હોય તે જ એક હજાર જોજન અવગાહનાવાળી જાણવી. અને બીજે સ્થાને (એથી પણ અધિક ઊંડાઈમાં) કમળ વગેરે વનસ્પતિઓ છે. પરંતુ તે ખરી વનસ્પતિઓ નથી. કારણ કે-આકાર વનસ્પતિઓનો છે અને જીવો પૃથ્વીકાયિક છે.
મનુષ્યનું શરીર ૩ ગાઉનું કહ્યું, તે દેવકુફ અને ઉત્તરકુરૂક્ષેત્રના યુગલિક મનુષ્યોને જાણવું. કે જેઓ ૩ પલ્યોપમના આયુષ્યવાળા પણ છે. બીજા મનુષ્યોનું શરીર પ્રમાણ તેથી ન્યૂન (ઓછું) જાણવું.
તેઇન્દ્રિયનું ૩ ગાઉનું અને બેઇન્દ્રિયનું ૧૨ યોજન શરીર પ્રમાણ કહ્યું છે તે પ્રાયઃ અઢીદ્વિપથી બહાર દ્વીપ-સમુદ્રોમાં ઉત્પન્ન થતા કાનખજૂરા વગેરે અનેક ક્રોડ યોજન વિસ્તારવાળા સમુદ્રમાં ઉત્પન્ન થતા શંખ વગેરે બેઈન્દ્રિયોના જાણવા.
અતર્મુહૂર્ત આયુષ્યવાળા અને ઉત્પન્ન થતાં જ તુરત ૧૨ યોજન શરીરવાળા થઈને તુરત મરણ પામતાં. પૃથ્વીમાં તેવડો મોટો ખાડો પડી જવાથી ચક્રવર્તી સૈન્યને પણ જમીનમાં ગરકાવી દેનારા આસાલિક જાતિના સર્પને શાસ્ત્રમાં (ઉરપરિસર્પ તિર્યંચ
૧૯૫