________________
થવું જોઈએ. આ વિષયનું સ્પષ્ટિકરણ પહેલાં થઈ ચૂક્યું છે. પરસ્થાનમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય રૂપ પહેલા ત્રણના અસંખ્યાત પ્રદેશો અવગાઢ હોય છે તેમ કહેવું અને છેલ્લા ત્રણ દ્રવ્યો જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને અદ્ધાસમયને અનંત કહેવા જોઈએ. જ્યાં અદ્ધાસમયો અવગાઢ હોય છે ત્યાં અન્ય એક પણ અદ્ધાસમય અવગાઢ હોતો નથી.
જેમકે જયાં અદ્ધાસમય અવગાઢ હોય છે. ત્યાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના અસંખ્યાત પ્રદેશો અવગાઢ હોય છે. અનંત જીવાસ્તિકાય પ્રદેશો અનંત પુદ્ગલાસ્તિકાય પ્રદેશો અવગાઢ હોય છે. પરંતુ સ્વાસ્થાનમાં એક પણ અન્ય અદ્ધાસયમની અવગાહના થતી નથી, કારણકે નિરૂપચરિત રૂપે અદ્ધાસમય એક જ છે.
હવે હજાર જોજનની અવગાહનાવાળા જે શરીરો છે તેમનું નિરૂપણ કરાય છે. (૧) બાદર વનસ્પતિકાયિકોનાં શરીર ઉત્કૃષ્ટ અવગાહના તે મહાનદ આદિમાં કમલનાલની અપેક્ષાએ એક હજાર જોજનની કહેવામાં આવે છે. ગર્ભજ અને સમુર્ણિમ જળચરમાં મત્સ્ય યુગલની શરીરાવગાહના એક હજાર જોજનની હોય છે. તે મત્સ્યો સ્વયંભૂરમણ સમુદ્રમાં જ હોય છે. ઉરપરિ, સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચોની ઉત્કૃષ્ટ શરીરવગાહના એક હજાર જોજનની કહી છે. તે ગર્ભજના વિષયમાં જ સમજવું. કારણ કે આટલી વિશાળ અવગાહનાનો સદ્ભાવ ગર્ભજ ઉરપરમાં જ હોય છે. ને તે બાહ્યદ્વિપોમાં જળમાં રહેતાં હોય છે. ઠંડકમાં અવગાહના :
थावरचउगे दुहओ, अंगुल असंखभागतणू" ॥५॥ ગાથાર્થ - * ચાર સ્થાવરમાં એટલે પૃથ્વીકાય, અપકાય, તેઉકાય અને વાયુકાય એ ચારને બે પ્રકારે એટલે જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી અવગાહના હોય છે. પરંતુ ઉત્કૃષ્ટ શરીર જઘન્ય શરીરથી અસંખ્ય ગણું મોટું હોય છે.
પૃથ્વીકાયાદિકનું એક શરીર સૂક્ષ્મદર્શકયંત્રના કાચથી પણ ન દેખાય એવા સૂક્ષ્મ
૧૯૩