________________
બે પ્રદેશો અવગાઢ હોય છે. આકાશાસ્તિકાયના અવગાઢના વિષયમાં પણ એવું જ કથન છે. બાકીનું કથન એટલે જીવાસ્તિકાય પગલાસ્તિકાય અને અદ્ધાસમય વિષય જે કથન છે તે ધર્માસ્તિકાય પ્રદેશની વક્તવ્યતામાં કરેલ કથન અનુસાર સમજવું, એટલે કે પુદ્ગલાસ્તિકાયના બે પ્રદેશો અવગાઢ હોય છે ત્યાં આ ત્રણેના અનંત પ્રદેશો અવગાઢ હોય છે.
જ્યાં પુદ્ગલાસ્તિકાયના ત્રણ પ્રદેશો અવગાઢ હોય છે ત્યાં ક્યારેક એક ધર્માસ્તિકાય પ્રદેશ અવગાઢ હોય છે. કયારેક બે અને ક્યારેક ત્રણ પ્રદેશ અવગાઢ હોય છે. ધર્માસ્તિકાયની જેમ જ અધર્માસ્તિકાયનો પણ કયારેક એક પ્રદેશ, ક્યારેક બે પ્રદેશ અને ક્યારેક ત્રણ પ્રદેશ અવગાઢ હોય છે, આકાશાસ્તિકાયના પ્રદેશોના ત્યાં અવગાહના વિષે પણ એવું જ કથન સમજવું. ત્યાં જીવાસ્તિકાયના પ્રદેશો અનંત પુદ્ગલાસ્તિકાયના પ્રદેશો અનંત અને અનંત અદ્ધાસમયો અવગાઢ હોય છે.
આ રીતે પૂર્વોક્ત પદ્ધતિ અનુસાર આદિના ત્રણ અસ્તિકાયોના એક એક પ્રદેશની વૃદ્ધિ કરવી જોઈએ. જેવી રીતે પુદ્ગલાસ્તિકાયના ત્રણ પ્રદેશોની અવગાહનાના કથનમાં ધર્માસ્તિકાયાદિ ત્રણના એક એક પ્રદેશની વૃદ્ધિ કરવાનું કહેવામાં આવ્યું છે. એ જ પ્રમાણે પુદ્ગલાસ્તિકાયના ચાર પ્રદેશો અવગાઢ હોય છે, ત્યાં ધર્માસ્તિકાયના કયારેક એક, ક્યારેક બે, ક્યારેક ત્રણ અને ક્યારેક ચાર પ્રદેશો અવગાઢ હોય છે. એવું જ કથન અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના પ્રદેશોની ત્યાં અવગાહના વિષે સમજવું. જીવ, પુદ્ગલ અને અદ્ધાસમય વિષયક અભિલાષ પુદ્ગલાસ્તિકાયના બે પ્રદેશોના સંબંધમાં કરેલું છે તેને એ જ પ્રમાણે સમજવું. એ જ પ્રમાણે પાંચ, છ, સાત, આઠ, નવ અને દશ પુલાસ્તિકાયના પ્રદેશોના વિષયમાં પણ કથન કરવું જોઈએ.
પુદગલાસ્તિકાયના દશ પ્રદેશો અવગાઢ હોય છે ત્યાં ધર્માસ્તિકાયના ક્યારેક એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દશ અને ક્યારેક સંખ્યાત પ્રદેશો અવગાઢ હોય છે. પુલાસ્તિકાયના અસંખ્યાત પ્રદેશો અવગાઢ હોય છે, ત્યાં ધર્માસ્તિકાયનો ક્યારેક એક પ્રદેશ એ જ પ્રમાણે દશ સુધીના પ્રદેશો ક્યારેક સંખ્યાત અને ક્યારેક અસંખ્યાત પ્રદેશો અવગાઢ હોય છે. એ જ પ્રમાણે પગલાસ્તિકાયના
૧૧