________________
ક્યારેક અવગાઢ હોય છે, ક્યારેક અવગાઢ હોતા નથી. જો અવગાઢ હોય તો એક જ પ્રદેશ અવગાઢ હોય છે. કારણ કે આકાશ લોકાલોક રૂપ હોય છે. ધર્માસ્તિકાયનો અવગાઢ લોકાકાશમાં જ છે. અલોકાકાશમાં અભાવ છે. અધર્માસ્તિકાયનો પ્રદેશ ત્યાં ક્યારેક અવગાઢ હોય છે. અને ક્યારેક અવગાઢ નથી હોતા. તે ઉપર પ્રમાણે સમજવું. આકાશાસ્તિકાયનો બીજો એક પણ પ્રદેશ અવગાઢ હોતો નથી. કારણ કે પોતાના જ સ્થાનમાં પોતાના જ અન્ય પ્રદેશોની અવગાહના અસંભવિત છે. ત્યાં જીવાસ્તિકાયના પ્રદેશ ક્યારેક અવગાઢ હોય છે અને કયારેક અવગાઢ નથી હોતા. ત્યાં અવગાઢ હોય છે ત્યાં અનંત હોય છે કેમ કે આકાશાસ્તિકાય લોકાલોક રૂપ હોય છે. જીવાસ્તિકાયનો સદૂભાવ લોકમાં જ હોય છે. અને પુદ્ગલાસ્તિકાય પ્રદેશનો અવગાઢ ક્યારેક હોય છે, ક્યારેક નથી હોતો. પણ જો હોય તો અનંત માત્રામાં જ હોય છે. એ જ પ્રમાણે અદ્ધાસમય પણ ક્યારેક હોય છે, ક્યારેક નથી હોતો જો હોય તો અનંત માત્રામાં જ હોય છે. કેમ કે અદ્ધાસમયનો સદ્ભાવ મનુષ્ય ક્ષેત્રમાં જ હોય છે. બહાર અન્ય ક્ષેત્રમાં નથી હોતો.
જીવાસ્તિકાયનો એક પ્રદેશ અવગાઢ હોય છે ત્યાં ધર્માસ્તિકાયનો એક પ્રદેશ, અધર્માસ્તિકાયનો એક પ્રદેશ અને આકાશાસ્તિકાયનો એક પ્રદેશ અવગાઢ હોય છે. ત્યાં જીવાસ્તિકાયના અનંત જીવાસ્તિકાય પ્રદેશો અવગાઢ હોય છે. બાકીનું કથન ધર્માસ્તિકાય જેવું જ હોય. આ જીવાસ્તિકાયના વિષયમાં પણ સમજવું જોઈએ.
એક પુલાસ્તિકાયનો પ્રદેશ અવગાઢ હોય છે. ત્યાં ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશ અવગાઢ હોય છે ? પહેલા જીવાસ્તિકાય પ્રદેશના વિષયમાં જેવું કથન કર્યું છે. એ જ પ્રમાણે પુદ્ગલાસ્તિકાયનું પણ સંપૂર્ણપણે કથન કરવું જોઈએ.
જ્યાં પગલાસ્તિકાયના બે પ્રદેશ અવગાઢ હોય છે ત્યાં ક્યારેક ધર્માસ્તિનો એક પ્રદેશ અને ક્યારેક તેના બે પ્રદેશ અવગાઢ હોય છે. એટલે જ્યારે એક આકાશપ્રદેશમાં બે અણુવાળો સ્કંધ અવગાઢ હોય છે ત્યારે ધર્માસ્તિકાયનો એક જ પ્રદેશ અવગાઢ હોય છે. જ્યારે બે આકાશ પ્રદેશોમાં બે અણુવાળો સ્કંધ અવગાઢ હોય છે ત્યારે ત્યાં બે પ્રદેશો અવગાઢ હોય છે. એ જ પ્રમાણે ત્યાં કયારેક અધર્માસ્તિકાયનો એક પ્રદેશ અને ક્યારેક
૧૦.