________________
ગાથાર્થ :- ૨૪ દંડકોમાં
૪ સ્થાવર ને, ૩ વિક્લેન્દ્રિયને, ૧ નારકોને, ૧૩ દેવોને, એ ૨૧ દંડકોમાં ઔદારિક, તૈજસ અને કાર્પણ આ ત્રણ શરીર હોય છે. ૧ વાઉકાયને ૧ પંચેન્દ્રિય તિર્યંચ એ બે દંડકોમાં દારિક, વૈક્રિય, તૈજસ અને કાર્પણ એ ચાર શરીર હોય છે. અને ૧ મનુષ્યના દંડકમાં પાંચેય શરીર હોય છે. ગતિમાં શરીર -
નરક ગતિમાં - ત્રણ શરીરો છે. વૈક્રિય, તૈજસ અને કાર્પણ. તિર્યંચ ગતિમાં - ચાર શરીરો છે. આહારક વર્જીને ચાર શરીર. મનુષ્ય ગતિમાં - પાંચ શરીરો છે.
દેવ ગતિમાં - ત્રણ શરીરો છે. વૈક્રિય, તૈજસ અને કાર્પણ. જાતિમાં શરીર - ઈજિયમાં શરીર -
એકેન્દ્રિયમાં - આહારક વર્જીને ચાર શરીરો છે.
બેઇન્દ્રિય, તેઈન્દ્રિય અને ચૌરેન્દ્રિયમાં - ત્રણ શરીરો છે. ઔદારિક, તૈજસ અને કાર્મણ.
પંચેન્દ્રિયમાં - પાંચેય શરીરો છે.
અર્ણિદિયામાં - ઔદારિક, તેજસ અને કાર્મણ-ત્રણ શરીરો છે. કાયમાં શરીર -
પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વનસ્પતિકાયમાં - ત્રણ શરીરો છે. ઔદારિક, તૈજસ અને કાર્મણ.
વાઉકાયમાં - આહારક વર્જીને ચાર શરીરો છે. ત્રસકાયમાં - પાંચેય શરીરો છે.
૧૦