________________
૩ર સાગરોપમની સ્થિતિ છે તેમની ૧ હાથ અને ૧/૧૧ ભાગના હાથની હોય છે. અને સર્વાર્થસિદ્ધ વિમાનોના દેવોની સ્થિતિ ૩૩ સાગરોપમની છે તેમની ભવધારણીય શરીરની અવગાહના એક હાથની હોય છે. (૩) આહારક શરીરની અવગાહના :
આહારક શરીરની જઘન્ય અવગાહના મૂંઢા હાથની અને ઉત્કૃષ્ટ ૧ હાથની હોય છે. આહારક શરીરની અવગાહના માત્ર મનુષ્યમાં જ હોઈ શકે છે. તેમાં પણ ઋદ્ધિ પ્રાપ્ત અપ્રમત્ત સંયત સમ્યગૃષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિ ગર્ભજ મનુષ્યને હોય છે. (૪) તૈજસ શરીરની અવગાહના" -
જીવ મારણાંતિક સમુદ્ધાત કરે ત્યારે તૈજસ શરીરની અવગાહના પેટની મોટાઈ અનુસાર શરીર પ્રમાણ હોય છે. લંબાઈની અપેક્ષાએ જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની હોય છે. તે કોઈ અત્યંત નિકટના પ્રદેશમાં એકેન્દ્રિયમાં ઉત્પન્ન થનાર અપેક્ષાએ સમજવી. ઉત્કૃષ્ટ લોકાંતથી લોકાન્ત સુધી અર્થાત્ ઉર્ધ્વલોકાન્તથી લઈને અધોલોકના અરમાન્ત સુધીની છે. આ અવગાહના સૂક્ષ્મ અથવા બાદર એકેન્દ્રિયના તૈજસ શરીરની સમજવી જોઈએ. એકેન્દ્રિયના જીવ સિવાય અન્ય કોઈ જીવની આટલી અવગાહના હોઈ શકતી નથી. કેમ કે સૂક્ષ્મ અને બાદર એકેન્દ્રિય યથાયોગ્ય સમસ્ત લોકમાં રહે છે. બીજા જીવ નહીં. તેથી જ જ્યારે કોઈ સૂક્ષ્મ કે બાદર ઉર્ધ્વલોકના અંતિમ છેડાથી અધોલોકના અંતિમ છેડામાં ઉત્પન્ન થનાર હોય તે મારશાન્તિક સમુદ્ધાત કરે છે ત્યારે તેની અવગાહના લોકાત્તથી લોકાન્ત સુધીની હોય છે.
એ જ પ્રકારે મારણાંતિક સમુદ્યાતથી સમવહત એકેન્દ્રિય જીવ પૃથ્વીકાયિક, અપકાયિક, તૈજસકાયિક, વાઉકાયિક અને વનસ્પતિકાયિકના તૈજસ શરીરની અવગાહનાના વિષયમાં પણ સમજી લેવું જોઈએ.
મારણાંતિક સમુઘાતથી સમવહત બેઇન્દ્રિયના તૈજસ શરીરની અવગાહના વક્ષસ્થલ-પૃષ્ઠની મોટાઈની અપેક્ષાએ શરીરપ્રમાણ માત્ર અવગાહના હોય છે. લંબાઈની અપેક્ષાએ જઘન્ય અંગુલના અસંખ્યાત ભાગની અને ઉત્કૃષ્ટ તિરછલોકથી ઉર્ધ્વલોકાન્ત
૧૮૫