________________
અથવા અધોલીકાન્ત સુધીની છે. તે ઉર્ધ્વલોકમાં સ્થિત કોઈ બેઇન્દ્રિય જીવ ઉર્ધ્વલોકાન્ત અથવા અધોલીકાન્તમાં બેઇન્દ્રિયના રૂપમાં ઉત્પન્ન થાય ત્યારે તૈજસ શરીરની પૂર્વોક્ત અવગાહના થાય છે. તિરછલોક પદનું ગ્રહણ કરવાનું કારણ એ છે કે તેમનાં સ્થાન પ્રાયઃ તિર્યકલોક જ છે. વિરલ રૂપથી અપોલોકનો એક ભાગ અધોલૌકિક ગ્રામ આદિમાં અને ઉર્ધ્વલોકનો એક ભાગ પંડગવન આદિમાં પણ બેઇન્દ્રિયોનું હોવું સંભવિત છે. બેઇન્દ્રિયના પ્રમાણે તે ઇન્દ્રિય અને ચૌરેન્દ્રિયના વિષયમાં સમાન સમજવું.
નારકના તૈજસ શરીરની અવગાહના વિખંભ અને બાહલ્યની અપેક્ષાએ શરીર પ્રમાણ જેટલી હોય છે. આયામની અપેક્ષાએ જઘન્ય કાંઈ અધિક એક હજાર જોજનની, ઉત્કૃષ્ટ નીચેની તરફ સાતમી નરકભૂમિ સુધી, તિર્જી સ્વયંભૂરમણ સમુદ્ર સુધી અને ઉપર પંડગવનમાં પુષ્કરિણી સુધીની હોય છે. અર્થાત્ વલયમુખ આદિ ચાર પાતાલ કલશ એક લાખ જોજનની અવગાહનાવાળા છે. તેમની ઠીકરી એક હજાર જોજનની છે. તેમની નીચેના ત્રીજા ભાગ વાયુથી પરિપૂર્ણ છે. ઉપરથી ત્રીજો ભાગ જળથી પરિપૂર્ણ છે. અને વચલો ત્રીજો ભાગ વાયુ તથા જળના નિસરણ અને અપસરણનો માર્ગ છે. જયારે કોઈ સમન્તક આદિ નરકાવાસમાં વર્તમાન નારક જીવ પાતાલ કળશના સમીપવર્તી થઈને પોતાના આયુનો ક્ષય થતાં નીકળે છે અને પાતાલ કળશની ભીંતને ભેદીને પાતાલકલશની અંદર બીજા અથવા ત્રીજા વિભાગમાં મત્સ્યના પર્યાયમાં ઉત્પન્ન થનાર થાય છે. એ મારણાંતિક સમુદ્દાત કરે છે. ત્યારે તે નારકની જઘન્ય કાંઈક અધિક ૧ હજાર યોજનની તૈજસ શરીરની અવગાહના થાય છે. જ્યારે સાતમી પૃથ્વીના નારક
સ્વયંભૂરમણ સમુદ્રના મત્સ્યના ઉત્પન્ન થનાર થાય છે. ત્યારે સાતમી પૃથ્વીથી આરંભીને તિર્થક સ્વયંભૂરમણ પર્યત અને પંડગવનની પુષ્કરિણી સુધી નારક જીવની તૈજસ શરીરની અવગાહના જાણવી.
પંચેન્દ્રિય તિર્યંચના તૈજસ શરીર અવગાહના બેઇન્દ્રિયના સમાને જાણવી જોઈએ.
મનુષ્યના તૈજસ શરીરની અગવાહના ઉત્કૃષ્ટ મનુષ્ય ક્ષેત્રથી અધોલોક અથવા ઉદ્ગલોકના અંત સુધી જાણવી જોઈએ. કેમ કે મનુષ્યનો પણ એકેન્દ્રિયના રૂપ ઉત્પાદ
૧૮૬