________________
પર્યાપ્તા ગર્ભજ મનુષ્યની જઘન્ય આંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ ૩ ગાઉની છે. સંમૂરિષ્ઠમ જઘન્ય અને ઉત્કૃષ્ટ આંગુલના અસંખ્યાતમા ભાગની છે.
- ઉત્કૃષ્ટ અવગાહના કાંઈક અધિક એક હજાર યોજનની કહી છે તે સમુદ્ર, ગોતીર્થ આદિમાં કમળની નાળ આદિની અપેક્ષાએ સમજવી. (૨) વૈક્રિય શરીરની અવગાહના :
સમુચ્ચય વૈક્રિય શરીરની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ કંઈક અધિક એક લાખ યોજનની છે. નારક આદિ જીવોની ભવધારણીય વૈક્રિય શરીરની અવગાહના અપર્યાપ્તની અંગુલના અસંખ્યાતમાં ભાગની હોય છે, અને તેને વાયુકાયની સમજવી જોઈએ. મનુષ્યના ઉત્તર વૈક્રિય શરીરની અવગાહના ઉત્કૃષ્ટ કાંઈક અધિક એક લાખ યોજનાની હોય છે. - વાયુકાયિક એકેન્દ્રિયની વૈક્રિય શરીરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ
અંગુલના અસંખ્યાતમા ભાગની હોય છે. તેમાં એટલી જ વિક્રિયા કરવાની શક્તિ હોય છે. વાયુકાય સિવાય અન્ય કોઈ એકેન્દ્રિયમાં વિક્રિયા લબ્ધિ હોતી નથી. - નારકી પંચેન્દ્રિયમાં અવગાહના ભવધારણીય અને ઉત્તર વૈક્રિય છે. તેમાં જે ભવધારિણીની જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ૫૦૦ ઘનુષ્યની હોય છે. જેના દ્વારા ભવધારણીય કરાય છે. આ જીવનપર્યત કાયમ રહેનારી હોય છે. તેને ભવધારણીય કહેવાય છે. ઉત્તરવૈક્રિય નારકની વૈક્રિય અવગાહના જઘન્ય અંગુલના સંખ્યામાં ભાગની અને ઉત્કૃષ્ટ એક હજાર ધનુષ્યની હોય છે. તેને સાતમી નરક ભૂમિની અપેક્ષાએ જાણવી. ભવધારણીય અને ઉત્તર વૈક્રિયની જઘન્ય બધા નારકીની ઉપરોક્ત રીતે જાણવી જોઈએ. " રત્નપ્રભા પૃથ્વીના પહેલા પાથડામાં ત્રણ હાથની હોય છે. બીજા પાથડામાં - ૧ ધનુષ્ય ૧ હાથ, ૮ અંગુલ
ત્રીજા પાથડામાં ૧ ધનુષ્ય, ૩ હાથ, ૧૭ અંગુલી ચોથા પાથડામાં -૨ ધનુષ્ય, ૨ હાથ, Rા અંગુલ
૧૯