________________
(૧૧) કષાયદ્વાર :
કષાયના પ્રકારો અને નોકષાયના પ્રકારનું તેમાં વર્ણન કરેલ છે. ચોવીસે દંડકમાં કષાય અને નોકષાય છે. (૧૨) વેદકાર :
દ્રવ્યવેદ, ભાવવેદ, પુરુષવેદ, સ્ત્રીવેદ, અને નપુંસકવેદ આદિ પ્રકારોનું તેમાં વર્ણન છે. પાંચ સ્થાવર, ૩ વિકલેન્દ્રિય, નારકી, ૯ દંડકમાં ૧ નપુંસક વેદ, દેવના ૧૩ દંડકમાં બે વેદ, સંજ્ઞી મનુષ્ય, સંજ્ઞી તિર્યંચમાં ૩ વેદ છે. (૧૩) યોગ દ્વારઃ
યોગ એટલે વ્યાપાર. મૂળ મન, વચન, કાયાના યોગ અને વિસ્તાર. ૧૫ યોગનું વર્ણન કરેલ છે. સંજ્ઞીના ૧૬ દંડકમાં ૩ યોગ, ત્રણ વિકલેન્દ્રિયના દંડકમાં ૨ યોગ અને પાંચ સ્થાવરમાં એક કાયયોગ છે. (૧૪) વેશ્યા દ્વાર - લેગ્યા એટલે કર્મ પુદ્ગલો આત્મ પ્રદેશ ઉપર લેપરૂપે પરિણમે અને તેને લગતા આત્માને પરિણામ થાય તે લેગ્યા. તેના દ્રવ્ય-ભાવથી બે પ્રકાર છે. આમાં તેના છે પ્રકાર બતાવ્યા છે. તેનું વર્ણન દંડક પ્રકરણમાં છે. (૧૫) ગુણસ્થાન દ્વારઃ . ગુણસ્થાન એટલે ગુણ. જે જીવના જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણોને કેળવવાનાં સ્થાનો. તેવાં ૧૪ ગુણસ્થાનો છે. ૧ નારકી ૧૩ દેવના દંડકમાં ૪ ગુણ. પાંચ સ્થાવરમાં ૧લો ગુણ. ૩ વિકલેમાં પહેલા બે, સંજ્ઞીતિર્યંચમાં પ્રથમ પાંચ અને મનુષ્યમાં ૧૪ ગુણ. (૧૨) સમક્તિદ્વાર :
તત્ત્વના યથાર્થ ભાવોમાં રૂચિ પ્રતીતિને સમ્યગદર્શન કહે છે. તેના પાંચ પ્રકાર છે. તેનુ દંડક પ્રકરણમાં વર્ણન છે.