________________
અસુરકુમારોના વૈક્રિય શરીર પણ બે પ્રકારનાં છે. બદ્ધ અને મુક્ત. તેઓમાં જે બદ્ધ છે તેઓ અસંખ્યાત છે. કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી કાળથી અપહૃત કરાય છે. ક્ષેત્રથી અસંખ્યાત શ્રેણીયો પ્રતરનો અસંખ્યાતમો ભાગ. તે શ્રેણીઓની વિખંભ સૂચિ અંગુલના પ્રથમ વર્ગમૂળના સંખ્યાતમો ભાગ. તેઓમાં જે મુક્ત વૈક્રિય શરીર છે તેને ઔદારિક શરીરના મુક્ત શરીર સમાન કહેવાં જોઈએ.
આહારક શરીર જેવાં તેમનાં ઔદારિક શરીર છે એ જ રીતે બે પ્રકારે કહેવાં જોઈએ. તૈજસ, કાર્મણ શરીર બને જેવાં તેઓનાં વૈક્રિય શરીર છે એ જ પ્રકારે જાણવાં. થાવત્ સ્વનિતકુમાર સુધી જાણવા
પૃથ્વીકાયિકોના ઔદારિક શરીર બે પ્રકારનાં છે. બદ્ધ અને મુક્ત. બદ્ધ ઔદારિક શરીર અસંખ્યાત છે. કાળની અપેક્ષાથી અસંખ્યાત ઉત્સર્પિણીયો અને અવસર્પિણીઓથી અપહત થાય છે. ક્ષેત્રથી અસંખ્યાત લોક પ્રમાણ તેઓમાં જે મુક્ત છે તેઓ અનંત છે. અનંત ઉત્સર્પિણીયો-અવસર્પિણીયોથી અપહૃત થાય છે. તે કાળથી અપેક્ષાથી ક્ષેત્રથી અનંત લોકપ્રમાણ અભવ્યોથી અનંતગણા છે. સિદ્ધોનો અનંતમો ભાગ છે. પૃથ્વીકાયિકોના વૈક્રિય શરીરમાં બદ્ધ તો નથી. જે મુક્ત છે. તેઓને એમનાં જ દારિક શરીરોના કથન પ્રમાણે સમજી લેવાં. એ જ પ્રમાણે આહારક શરીર સંબંધ પણ સમજવો. તેજસ અને કાર્મણ સંબંધી એમના જ ઔદારિક શરીરના કથન પ્રમાણે સમજવાં. || આ જ પ્રમાણે અપકાયિક અને તેઉકાયિકના સંબંધમાં પણ સમજી લેવું. વોઉકાયિકોના ઔદારિક શરીર. આહારક, તૈજસ અને કાર્મણ શરીર પૃથ્વીકાયિકો પ્રમાણે જાણવાં. વૈક્રિય શરીરમાં જે બદ્ધ છે તે અસંખ્યાત છે. સમય સમયમાં અપહૃત કરાતા પલ્યોપમના અસંખ્યાતમાં ભાગમાં કાળથી અપહૃત થાય છે. તેઓ અધિક નથી હોતા. મુક્ત શરીર પૃથ્વીકાયિકોના જેવાં છે. વનસ્પતિકાયિકોનાં શરીર પૃથ્વીકાયિકોની સમાન છે. વિશેષ એ છે કે તૈજસ અને કામણ જેવા સમુચ્ચય તૈજસ અને કાર્પણ શરીરની સમાન છે.
બેઇન્દ્રિયોના શરીરમાં જે બદ્ધ છે તે અસંખ્યાત છે. કાળથી અસંખ્યાત ઉત્સર્પિણીયો અને અવસર્પિણીઓથી અપહત થાય છે. ક્ષેત્રથી અસંખ્યાત શ્રેણીઓ
૧૫૯