________________
વૈક્રિય શરીર થાય છે. જે વૈક્રિય લબ્ધિવાળા નથી અથવા વૈક્રિય લબ્ધિવાળા હોવા છતાં પણ વૈક્રિય શરીર ન બનાવે તો તેનાં વૈક્રિય શરીર હોતાં નથી. દેવ, નારક, વૈક્રિય શરીરી છે. તેઓના ઔદારિક શરીર ન હોય પરંતુ વૈક્રિય શરીરવાળા તિર્યંચો અને મનુષ્યોના ઔદારિક શરીર પણ હોય છે. જે જીવને ઔદારિક શરીર હોય તેને આહારક શરીર હોય અથવા ન હોય. કેમ કે જે ઔદારિક શરીરી ચૌદપૂર્વના ધારક હોય છે અને આહારક લબ્ધિથી સંપન્ન હોય ને જો આહારક શરીર બનાવે તો તેનું આહારક અને ઔદારિક બને શરીર હોય છે. અન્ય જીવોના ન હોય પરંતુ ઔદારિક શરીરના અભાવમાં આહારક લબ્ધિ થઈ જ નથી શકતી. તેથી આહારક શરીરવાળા જીવના ઔદારિક શરીર નિયમા થાય જ છે.
જે જીવને ઔદારિક શરીર હોય તેને નિયમો તૈજસ શરીર હોય જ છે. પરંતુ જેને તૈજસ શરીર હોય તેને દારિક શરીર હોય અથવા ન પણ હોય. કેમ કે દેવો અને નારકોના તૈજસ શરીર મળી આવે છે. પરંતુ દારિક તેમને ન હોય. મનુષ્યોને તૈજસ શરીર હોય તો પણ ઔદરાકિ શરીર હોય છે. તેજસ શરીરની જેમ કાર્પણ શરીરની પ્રરૂપણા કરવી જોઈએ. કેમ કે તૈજસ અને કાશ્મણ શરીર બંને સહચર છે. તેથી ઔદારિક શરીર જેને હોય તેને કામણ શરીર નિયામાં હોય છે. કેમ કે કામણ શરીરના અભાવમાં ઔદારિક શરીરનું હોવું અસંભવિત છે. પણ જેને કાશ્મણ શરીર હોય તેને ઔદારિક શરીર હોય અથવા ન પણ હોય. તિર્યંચો અને મનુષ્યોને આવાં શરીર હોય છે. દેવ-નારકોને આવાં શરીર નથી હોતાં.
જે જીવને વૈક્રિય શરીર હોય તેને આહારક શરીર નથી હોતું અને જેને આહારક શરીર હોય છે તેને વૈક્રિય શરીર નથી હોતું. કેમ કે આ બંને શરીર એક સાથે એક જીવમાં નથી હોઈ શકતાં.
જેને તૈજસ શરીર હોય છે. તેને નિયમો કાર્મણ શરીર હોય છે. અને જેને કાર્પણ શરીર હોય તેને નિયમો તૈજસ શરીર હોય છે. કેમ કે આ બંને પરસ્પર અવિનાભાવી છે. હંમેશા સાથેને સાથે જ રહે છે.
૧૬૪