________________
ઉપર્યુક્ત ચાર શરીરો તો જીવસૃષ્ટ જ હોય છે. જીવ વિના ચાર શરીરોનું અસ્તિત્વ જ સંભવી શકતું નથી.
પૃથ્વીકાયના શરીરની વિશાલતા બતાવે છે કે અનંત સૂક્ષ્મ વનસ્પતિકાયિકોના જેટલાં શરીર હોય છે એટલાં શરીર એક સૂક્ષ્મ વાયુકાયિકોનાં હોય છે. અસંખ્યાત સૂક્ષ્મ વાયુકાયિકોના જેટલાં શરીર હોય છે એટલું શરીર એક સૂક્ષ્મ તેઉકાયિક જીવનું હોય છે. એ જ રીતે અસંખ્યાત સૂક્ષ્મ તેઉકાયિક જીવોના જેટલાં શરીર હોય છે તેટલું શરીર એક સૂક્ષ્મ અપકાયિક જીવનું હોય છે. અસંખ્યાત સૂક્ષ્મ અપકાયિક જીવોના જેટલાં શરીર હોય છે તેટલું શરીર એક સૂક્ષ્મ પૃથ્વીકાયિકનું હોય છે. અસંખ્યાત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોના જેટલાં શરીર હોય છે એટલું શરીર બાદર તેજસ્કાયિક જીવનું હોય છે. અસંખ્યાત બાદર તેજસ્કાયિક જીવોનાં જેટલાં શરીરો હોય છે. એટલું એક શરીર બાદર અપકાયિકનું હોય છે. અસંખ્યાત બાદર અપકાયિક જીવોના જેટલાં શરીર હોય તેટલું એક શરીર બાદર પૃથ્વીકાયનું હોય છે. આવા મોટા પ્રમાણવાળું બાદર પૃથ્વીકાયનું શરીર હોય છે. પુદ્ગલ ચયનની વક્તવ્યતા:
ઔદારિક શરીરના પુદ્ગલ વ્યાઘાત ન હોય તો છ એ દિશાઓથી અને એ વ્યાઘાત હોય તો ૩, ૪, ૫ દિશાઓથી ચયને પ્રાપ્ત કરે છે. વૈક્રિય શરીર નિયમથી પુદ્ગલ નિયમથી છે એ દિશાઓથી, એ જ રીતે આહારક શરીરનાં, તૈજસ શરીરનાં કાર્પણ શરીરનાં પુદ્ગલ નિયમથી છ એ દિશાઓથી ચયને પ્રાપ્ત કરે છે.
ઔદારિકાદિ શરીરનાં પુદ્ગલ ઉપચિત, અપચિત થાય તે ઉપર પ્રમાણે દિશાઓ બતાવી છે તે પ્રમાણે જ ઉપચિત અને અપચિત થાય છે. જેને વૈક્રિય શરીર હોય તેને, ઔદારિક શરીર હોય અથવા ન પણ હોય અને જેને ઔદારિક શરીર હોય તેને વૈક્રિય શરીર હોય અથવા ન પણ હોય.
વળી, જેનું આહારક શરીર હોય છે તેનું ઔદારિક શરીર નિયમો હોય જ છે. પરંતુ જેનું ઔદારિક શરીર હોય તેનું આહારક શરીર હોય અથવા ન પણ હોય. જેને ઔદારિક શરીર હોય તેને તૈજસ શરીર નિયમા હોય છે. પરંતુ જેનું તૈજસ શરીર હોય તેનું ઔદારિક શરીર હોય અથવા ન પણ હોય. એ જ પ્રમાણએ કામણ શરીરનું પણ
૧૬૨