________________
કર્મબંધ થાય અને તેનાથી ચારેય શરીરો ધારણ કરવાં પડે છે. આ શરીર ક્યાંય રોકાતું નથી. એટલે કે પ્રતિઘાત રહિત છે. તેમ જ તે કોઈને રોકતું પણ નથી. આ શરીર સીધી રીતે ધર્મ-અધર્મ, કર્મ-નિર્જરા, કર્મબંધ, સુખ-દુઃખ, હિંસા વગેરે જેવું કાંઈ કરી શકતું નથી. પરભવમાં જીવની સાથે તૈજસ અને કાર્પણ એ શરીર સાથે જ હોય છે. અને ઉત્પન્ન થતાંની સાથે જ આ બે શરીરોની મદદથી પ્રથમ વખત જીવ આહાર ગ્રહણ કરે છે.
તૈજસ અને કાર્મણ આ બન્ને શરીર સદા સાથે જ રહે છે. એક વખત છૂટા પડી ગયા પછી ક્યારેય ભેગાં થતાં નથી.
તૈજસ શરીરની જેમ કામણ શરીરને પણ કાળ, ક્ષેત્ર અને દ્રવ્યથી અનંત સમજવા જોઈએ. * પાંચ શરીરઃ
- આ પાંચ શરીરમાંથી ઔદારિક શરીરની અપેક્ષાએ વૈક્રિય શરીરના પ્રદેશ અધિક હોય છે. વૈક્રિય શરીરની અપેક્ષાએ આહારકના પ્રદેશ અધિક હોય છે. આહારક શરીરની અપેક્ષાએ તૈજસ શરીરના પ્રદેશ અધિક હોય છે. તૈજસ શરીરની અપેક્ષાએ કાર્પણ શરીરના પ્રદેશ અધિક હોય છે. આ ઉપરાત એ શરીરો ઉત્તરોત્તર સૂક્ષ્મ બનતાં
જાય છે.
માગમમાં અને ટીકા સાહિત્યમાં શરીર :
નારકોમાં ત્રણ શરીર કહ્યાં છે. વૈક્રિય, તૈજસ અને કાર્મણ. બધા દેવોમાં ત્રણ શરીર નારકો સમાન કહ્યાં છે. પૃથ્વીકાયિકોનાં, અપકાયિકોનાં, તેઉકાયિકોનાં, વનસ્પતિકાયિકોનાં, બેઈન્દ્રિયોનાં તેઇન્દ્રિયોનાં ચૌરેન્દ્રિયોનાં ત્રણ શરીર કહ્યાં છે. તે છે ઔદારિક, તૈજસ ને કાર્પણ.
વાઉકાયિકોનાં અને તિર્યંચ પંચેન્દ્રિયોનાં ચાર શરીર કહ્યાં છે. ઔદારિક, વૈક્રિય, તૈજસ અને કાર્પણ.
મનુષ્યોનાં પાંચ શરીર કહ્યાં છે. તે આ પ્રમાણે છે. ઔદારિક, વૈક્રિય,
૧૫૭