________________
(૧૩) અજ્ઞાન દ્વાર :
મોક્ષ માર્ગની સાધનામાં સમ્યક્તપૂર્વકના જ્ઞાનને જ્ઞાન કહેવાય છે. તે સિવાય બાકીના જ્ઞાનનો સમાવેશ અજ્ઞાનમાં કરાયેલ છે. એટલે કે મિથ્યાત્વના ઉદયકાળમાં ગમે તેટલો સારો જ્ઞાનવરણીય કર્મનો ક્ષયોપશમ ભાવ હોય તેનાથી સાડા નવ પૂર્વ સુધીનું જ્ઞાન પ્રાપ્ત થાય તો પણ મિથ્યાત્વના કારણે જ્ઞાનીઓએ તેને અજ્ઞાન કહેલું છે. (૧૪) યોગ દ્વાર :
મન, વચન, કાયાના પુદ્ગલોના અવલંબનથી ઉત્પન્ન વર્ષ વ્યાપારને યોગ કહેવાય છે. (૧૫) ઉપયોગ દ્વારઃ
ચેતના શક્તિની પ્રવૃત્તિથી જીવને વિશેષ બોધ કે સામાન્ય બોધ પેદા થાય તેને ઉપયોગ કહેવાય છે. અનાદિકાળથી જીવોને જ્ઞાનગુણ અને દર્શનગુણ હોય છે. એ જ્ઞાન અને દર્શન આત્માની સાથે અભેદ રીતે રહેલા હોય છે. ઉપયોગ વગરનો જગતમાં કોઈ જીવ હોતો જ નથી. ઉપયોગ એ ધર્મ કહેવાય છે. (૧૦) ઉપપાત દ્વાર :
ઉપપાત એટલે જન્મ પામવું. જગતના જીવો જ્યાં જ્યાં જે જે ક્ષેત્રમાં ઉત્પન્ન થયા કરે છે તે એક સાથે કેટલા જીવો ઉત્પન્ન થાય છે એની જે વિચારણા કરાય તેને ઉપપત કહેવાય છે. (૧૭) અવન દ્વારઃ
અવન એટલે મરણ પામવું. જે ક્ષેત્ર ઉત્પન્ન થયા પછી પોતાના ભોગવાતા આયુષ્યને પૂર્ણ કરી બીજા ક્ષેત્રમાં જન્મ માટે જવું અથવા જે ક્ષેત્રમાં ઉત્પન્ન થયા પછી ત્યાં જીવન જીવવા માટે જેટલા પ્રાણી હોય તે સંપૂર્ણ પ્રાણોનો નાશ કરી અર્થાતું. ભોગવીને એ ક્ષેત્રને છોડવું તે અવન કહેવાય છે.
૧૧૯