________________
મુનિશ્રી મુખ્યત્વે જ્ઞાનોપાસનાને જ વરેલા છે. જ્ઞાનનો હેતુ સત્યનું શોધન અને ક્રિયાનો હેતુ જીવનશોધન એટલે કે અહિંસાનું પાલન છે. સં. ૧૫૭૯માં પાટણમાં વિચાર ષત્રિંશિકા (દંડક ચતુર્વિંશતિ)ને તેના ઉપર સ્વોપન્ન ટીકા પણ રચી છે.
ગજસાર મુનિએ “દંડક પ્રકરણ” ગ્રંથમાં ૪૪ ગાથાઓ રચી છે. નાનકડા પ્રકરણ ગ્રંથમાં ભગવતીસૂત્ર, જીવાભિગમ સૂત્ર, પ્રજ્ઞાપના સૂત્ર, આચારાંગ સૂત્ર, સૂત્રકૃતાંગ સૂત્ર, ઠાણાંગ સૂત્ર, સમવાયાંગ સૂત્ર આદિ અનેક શાસ્ત્રોના પારગામી વિદ્વાન હોવાથી આ બધા આગમોનું અવલોકન અને અવગાહન કરીને આગમોના સારની ઝલક ઉપસાવી છે. આ દંડક પ્રકરણ ગ્રંથ નાનો છે. પરંતુ “ગાગરમાં સાગર" સમાન આ સુકિતને ચરિતાર્થ કરી બતાવેલ છે. “નાનો પણ રાઈનો દાણો” આ કહેવતને મુનિશ્રીએ સાર્થક કરી દીધી છે.
આત્મહિત કરનારી આ વિજ્ઞપ્તિ “દંડક પ્રકરણ” ગ્રંથમાં શ્રી ગજસાર મુનિએ લખી છે અને તે વિજ્ઞપ્તિ અવશ્ય આત્મ કલ્યાણ કરનારી છે. કારણ કે ગ્રંથ રચનામાં પરજીવોનું કલ્યાણ ભજનીય વિકલ્પે એટલે કે અનિયત છે. અને સ્વકલ્યાણ તો અવશ્ય છે.
ગજસાર મુનિએ દંડકની વિશેષ સમજૂતી આપવા જગતમાં રહેલા જીવોના ચોવીશ ભેદો પાડીને સમજવા માટે દંડક તરીકે નામ આપેલ છે. આ દંડક પ્રકરણમાં આ મહાપુરુષે એવું ખૂબીપૂર્વક વર્ણન કરેલ છે કે જેના કારણે ચોવીશે તીર્થંકર પરમાત્માઓને નમસ્કાર કરીને આગમોમાં જણાવેલ છે કે જીવ જે દંડ પામી રહ્યા છે તે અનેક જુદા જુદા પદાર્થોને કારણે હોય છે. તેમાંથી ખાસ સમજવાલાયક અને જીવોને વિશેષ ખ્યાલ આવે એ હેતુથી તેમાંથી શોધી શોધીને એક એક દંડકવાળા જીવો ચોવીશ ચોવીશ પદાર્થોથી હંમેશાં દંડાયા જ કરે છે. એ ચોવીશ દંડકોમાં ચોવીશ ચોવીશ દ્વારોનાં પદાર્થોનું વર્ણન કરવાનું હોવાથી આ મહાપુરુષે ચોવીશે તીર્થંકરોને નમસ્કાર કરેલા છે. દરેક તીર્થંકર પરમાત્માઓ પણ એ ચોવીશે દ્વારોથી સંસારમાં સંખ્યાતા, અસંખ્યાતા અને અનંતા ભવોમાં દંડને પામેલા છે. તેઓ પોતાના સ્વરૂપને ઓળખીને એ ચોવીશે તીર્થંકરો છેલ્લા ભવે સંસારમાં રાજગાદી ઉપર રહીને દંડાયા વગર હજારો, લાખો અને
૧૩૦