________________
સાહિત્ય સર્જનની મુખ્ય વિશેષતા આત્મહિતની છે.
સ્વયં ગજસાર મુનિએ વિક્રમ સંવત ૧૫૭૯માં દંડક પ્રકરણ ઉપર અવચૂર્ણિ લખી છે. અંતિમ ગાથાની અવચૂર્ણિમાં લેખકે પ્રસ્તુત કૃતિને વિચાર પત્રિશિકા સૂત્ર
કહ્યું છે.
આ દંડક પ્રકરણની મહત્તા સમજી એ પદાર્થોનું જ્ઞાન મેળવી એવી રીતે જીવન જીવી શકાય કે જેથી રાગાદિની મંદતા થાય. આત્મશક્તિ પેદા કરીને વીતરાગદશાને પામીને કેવલજ્ઞાન પામી યોગ નિરોધ કરી પોતાનું સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત કરી શકાય.
આ રીતે “દંડક પ્રકરણનો અભ્યાસ અને અવગાહન કરતાં શ્રી ગજસાર મુનિમાં શાસ્ત્રનિષ્ઠા, આગમજ્ઞાન અને સ્વાધ્યાય રૂચિ હતાં તેથી તે જ્ઞાન સાધક મુનિરાજ હતા. તે સ્પષ્ટ થઈ જાય છે.
“દંડક પ્રકરણમાં દંડ શબ્દના અર્થો” પ્રસ્તુત ગ્રંથનું એક નામ દંડક છે. તેનો સામાન્ય અર્થ એવો થાય છે કે જેનાથી આત્મા દંડાય છે તેને દંડક કહેવામાં આવે છે. વર્તમાન સમયે દંડ શબ્દનો પ્રયોગ શિક્ષા કરવી એવો થાય છે. અને કરેલી ભૂલોના પ્રાયશ્ચિતરૂપે પણ વપરાય છે. આ દંડક શબ્દની વ્યુત્પત્તિ માટે પ્રાચીન આગમગ્રંથો અને ત્યારબાદ રચાયેલ સિદ્ધાંત ગ્રંથોનું અવલોકન આવશ્યક છે. અહીં આગમિક સાહિત્ય અને તેના પછી રચાયેલ સાહિત્યને આધારે દંડક શબ્દનો ઇતિહાસ વિચારવામાં આવ્યો છે. તેના વિભિન્ન અર્થોની અહીં સંક્ષિપ્ત ચર્ચા કરવામાં આવી છે. (૧) મન વચન અને કાયાના વ્યાપારને દંડ કહેવામાં આવે છે.
આ અર્થ સહુથી પ્રાચીન એવા આચારાંગસૂત્રામાં પ્રાપ્ત થાય છે. આચારાંગસૂત્રમાં મન, વચન, કાયાને દંડ કહેવાનો અર્થ એ છે કે મન, વચન અને કાયાએ યોગ છે. તેના દ્વારા આત્મા ઉપર કર્મનો બંધ થાય છે. કર્મબંધ એ આત્માને બંધનમાં બાંધનાર અને મોક્ષ માર્ગમાં બાધક હોય છે. આવો બાધ કરનાર મન, વચન, કાયાને દંડક કહેવાય છે. આવા અર્થમાં દંડ શબ્દ સ્થાનાંગર, ઉવવાઈય, ઉત્તરાધ્યયન,
939