________________
કરોડો વરસો પસાર કરીને જીવન જીવી બતાવ્યું છે. દંડ આપનાર સાધન હાજર હોવા છતાં પણ જીવ જો રાગાદિ પરિણામોને ઓળખીને જોરાવર બની જાય તો એ પદાર્થોમાં આત્માને દંડ દેવાની શક્તિ જરાય રહેતી નથી. અને એ પદાર્થોની સહાયતાથી જ એના દ્વારા આત્મા પોતાના સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપને સારી રીતે પ્રાપ્ત કરી શકે છે. એવો ચિતાર સાક્ષાત ચોવીશ તીર્થકરોએ પોતાના જીવનમાં ચરિતાર્થ કરી બતાવેલ છે. માટે જ આ મહાપુરુષે ચોવીશે તીર્થકરોની સ્તુતિ કરીને “દંડક પ્રકરણ” કહેવાનો પ્રારંભ કર્યો છે.
આત્માની ઋદ્ધિ સમાન બધા જ વિષયોને મુનિશ્રીએ આવરી લીધા છે. જ્ઞાનના રસિક સાધકો માટે આ ગ્રંથ અતિ ઉપયોગી અને ઉપકારક છે. દંડક પ્રકરણનો અભ્યાસ કરવાથી કયા જીવમાં ક્યા કયા ગુણો અને શક્તિઓ છે તે જાણી શકાય છે. તે એક જાતનું પદ્ધતિસરનું પદાર્થવિજ્ઞાન છે. શ્રી ભગવતીસૂત્ર વગેરે આગમોમાં ઘણા પદાર્થ દ્વારો ઘટાવ્યા છે તે ગજસાર મુનિએ ચોવીશ દંડક પદોની મર્યાદા બાંધીને તેના ઉપર ઘટાવ્યા છે. આ પ્રકરણના અભ્યાસથી આ વિષયમાં પ્રાથમિક વિદ્યાર્થી સારી રીતે પ્રવેશ કરી શકે છે. અને આગળના મોટા ગ્રંથોમાં સહેલાઈથી આગળ વધી શકે છે. - દંડક પ્રકરણમાં શ્રી ગજસારમુનિની વિદ્વતાનો અહેસાસ થઈ જાય છે. ગ્રંથ નાનો
છે પરંતુ તેમાં ભાવો અગાધ ભરી દીધા છે. ચારેય ગતિના જીવોનો તાદશ્ય ચિતાર તેમાં જોવા મળે છે. નિગોદના જીવો પણ અનુક્રમે ઉત્થાન કરતાં કરતાં સર્વ કર્મ ખપાવીને મોક્ષ પણ પ્રાપ્ત કરી શકે છે. એ સર્વ ભાવો દંડક પ્રકરણમાં ભરેલા છે. આ મહાપુરુષે આ દંડક પ્રકરણમાં સમગ્ર જગતનાં દર્શન કરાવી દીધાં છે.
શ્રી ગજસાર મુનિએ “દંડક પ્રકરણ ગ્રંથમાં પ્રાકૃત ભાષામાં ૪૪ ગાથાઓનું સર્જન કર્યું છે. તેથી પ્રાકૃત ભાષા ઉપર તેઓશ્રીનું ગજબનું પ્રભુત્વ દેખાઈ આવે છે. ગાથા પ્રાકૃતમાં રચીને સંસ્કૃતમાં તેની છાયા લખી છે. સંસ્કૃત ભાષાનું તેમનું જ્ઞાન અજોડ છે એવો અહેસાસ સૌ કોઈને થાય છે. ગુજરાતી ભાષાનું પ્રભુત્વ જોરદાર છે. અપભ્રંશ ભાષા ઉપર ખૂબ જ કાબૂ છે એવો ખ્યાલ આવે છે. આ રીતે શ્રી ગજસાર મુનિ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને ગુજરાતી ભાષાના મુખ્ય જાણકાર જણાય છે. આગળ બતાવેલ આગમોમાં તેઓ પારગામી શ્રેષ્ઠ વિદ્વાન હતા. તેમના અધ્યાપન કે
૧૩૧