________________
સમજવાં. અપકાયના સ્ટિબુકબિંદુ (પાણીના પરપોટા) આકારનાં કહ્યાં છે. એજ પ્રકારે સૂક્ષ્મ, બાદર, અપર્યાપ્તા અને પર્યાપ્તાનાં સંસ્થાન પણ એમ જ છે. તેઉકાયના સોયોના સમૂહ આકારનાં કહ્યાં છે. એ જ પ્રકારે સૂક્ષ્મ બાદર, પર્યાપ્તા, અપર્યાપ્તાના સંસ્થાન પણ એમજ છે. વાયુકાયિકોનો ધજાના જેવો આકાર કહ્યો છે. એ જ પ્રકારે સૂક્ષ્મ, બાદર, પર્યાપ્તા અને અપર્યાપ્તાના સંસ્થાન પણ એમ જ છે. વનસ્પતિકાયિકોનાં શરીરનાં સંસ્થાન નાના આકારોવાળાં કહ્યાં છે. એ જ પ્રકારે સૂક્ષ્મ, બાદર પર્યાપ્તા અને અપર્યાપ્તાના પણ એમ જ છે.
બેઇન્દ્રિયના ઔદારિક શરીર હુડક સંસ્થાનવાળાં છે. એ જ પ્રકારે પર્યાપ્તા અને અપર્યાપ્તાના પણ એ જ પ્રકારે છે. યાવતુ તે ઇન્દ્રિય અને ચૌરેન્દ્રિયનાં પણ જાણવાં.
પંચેન્દ્રિય તિચિ-યોનિક દારિક શરીર છ પ્રકારનાં કહ્યાં છે. સમચોરસ સંસ્થાનવાળા યાવતુ હુંડક સંસ્થાનવાળાં છે. એ જ પ્રકારે પર્યાપ્તા અને અપર્યાપ્તાના પણ જાણવાં. સમૂચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિયોના ઔદારિક શરીર હંડક સંસ્થાનવાળા કહ્યાં છે. એ જ રીતે પર્યાપ્તા અને અપર્યાપ્તાનાં પણ છે. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયોના ઔદારિક શરીર છ પ્રકારનાં ઉપર બતાવ્યા પ્રમાણે છે. એ જ રીતે પર્યાપ્તા અને અપર્યાપ્તાનાં પણ જાણવાં. આ રીતે તિર્યંચ યોનિકોના ઔધિકોના નવ આલાપકો થાય છે. જલચર તિર્યંચના ઔદારિક શરીરનાં છ પ્રકારનાં સંસ્થાન સંમૂછિમ જલચર હુડક સંસ્થાનવાળા, ગર્ભજ જલચર છ એ સંસ્થાનવાળા હોય છે. જલચરનાં આ રીતે પર્યાપ્ત અને અપર્યાપ્તનાં મળીને નવસૂત્ર થાય તેવી જ રીતે સ્થલચરોનાં, ચતુસ્પદ સ્થલચરોનાં, ઉરપરિ સર્પ સ્થલચરોનાં, ભુજપરિ સર્પ સ્થલચરોનાં, ખેચરોનાં પણ નવ સૂત્રો થાય છે. વિશેષ-સર્વત્ર સંમૂચ્છિમ હુંડક સંસ્થાનવાળા કહેવા અને અન્ય છએ સંસ્થાનવાળા
જાણવા.
મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર છ પ્રકારના સંસ્થાનવાળાં છે. ગર્ભજોના પણ એ જ પ્રકારનાં અને સંમૂચ્છિમને હુંડક સંસ્થાનવાળાં કહ્યાં છે.
ઔદારિક શરીરનાં સંસ્થાન અનેક હોય છે. કેમ કે જીવોમાં જાતિઓનાં ભેદથી શરીરની આકૃતિમાં પણ ભેદ થઈ જાય છે. પૃથ્વીકાયનાં શરીરનો આકાર મસૂરની
૧૪૮