________________
વૈક્રિય શરીર હોય છે. અપર્યાપ્ત સંખ્યાત વર્ષના કર્મભૂમિના ગર્ભજ મનુષ્યમાં વૈક્રિય શરીર હોતાં નથી.
બધા ભવનવાસી દેવોમાં, બધા વાણવ્યંતરોમાં બધા જ્યોતિષીમાં, વૈમાનિકમાં, કલ્પોપપન્ન અને કલ્પાતીત દેવોમાં, કલ્પોપપન્ન બાર પ્રકરના છે. કલ્પાતીતના બે પ્રકાર, ૯ ત્રૈવેયક અને અનુત્તરોપપાતિક પાંચ, એ બધા દેવોના પર્યાપ્ત અને અપર્યાપ્ત દેવોમાં વૈક્રિય શરીર હોય છે.
વૈક્રિય શરીરનાં સંસ્થાન :
વાયુકાયિક એકેન્દ્રિયોનાં સંસ્થાન પતાકાના આકારનાં છે. નારક પંચેન્દ્રિયોના વૈક્રિય શરીર બે પ્રકારનાં છે. ભવધારણીય અને ઉત્તરવૈક્રિય. બંને પ્રકારના શરીરનાં ૧થી ૭ નરકના બંધાના કુંડક સંસ્થાનવાળા વૈક્રિય શરીર હોય છે.
પંચેન્દ્રિય તિર્યંચોમાં જળચરોનાં, સ્થલચરોનાં, ઉરપરિસર્પોનાં, ભૂજપરિ સર્વોનાં અને ખેચરોનાં વૈક્રિય શરીરો નાનાં પ્રકારનાં કહ્યાં છે.
પંચેન્દ્રિય મનુષ્યોમાં કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના વૈક્રિય શરીરનાં સંસ્થાન છ પ્રકારનાં કહ્યાં છે.
પંચેન્દ્રિયોના ભવનવાસી દેવોનાં, વાણવ્યંતરોનાં, જ્યોતિષ્કોનાં, વૈમાનિકમાં સૌધર્મ યાવત્ અચ્યુતદેવોમાં ભવધારણીય અને ઉત્તરવૈક્રિય શરીરનાં સંસ્થાન સમચતુરસ્ર ક્યાં છે. ગ્રેવયકદેવોનાં અને અનુત્તરોપપાતિક દેવોનાં ભવધારણીય વૈક્રિય શરીરોનાં સંસ્થાન સમચતુરંસ હોય છે.
નારકોમાં ભવધારણીય અને ઉત્તરવૈક્રિય શરીરનાં કુંડક સંસ્થાન જ હોય છે. તેમના ભવધારણીય શરીર ભવનાં સ્વભાવથી જ જેમની સમસ્ત પાંખ ઉખડી ગઈ હોય એવા પક્ષીના આકારના સરખા, અત્યંત બિભત્સ, હુંડક સંસ્થાનવાળા હોય છે. તે શુભ કરવાનો વિચાર રાખે છે, તો પણ અત્યંત અશુભ નામ કર્મના ઉદયથી તેમનાં શરીર તરત જ અશુભ બને છે તે હુંડક સંસ્થાન છે. તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય પંચેન્દ્રિયોનાં વૈક્રિય શરીર અનેક પ્રકારનાં હોય છે. કેમ કે તેઓ પોતાની ઇચ્છાનુસાર વૈક્રિય શરીરનું
૧૫૧