________________
નિર્માણ કરે છે.
દેવોનાં ભવધારણીય વૈક્રિય શરીર ભવના સ્વભાવને કારણે વિશિષ્ટ શુભ કર્મના વશથી સમચતુરગ્ન સંસ્થાનવાળાં હોય છે. ઉત્તરવૈક્રિય શરીર ઇચ્છાનુસાર બનાવાય છે. તેથી તેમના કોઈ નિયત આકાર હોતા નથી. ત્રૈવેયક દેવો અને અનુત્તરોપપાતિક વૈમાનિક દેવો ઉત્તર વૈક્રિય બનાવતા નથી. તેઓમાં પ્રયોજનનો અભાવ હોવાથી ઉત્તર વૈક્રિય હોતા જ નથી. એ કારણે તેઓ વૈક્રિય શરીરનાં નિર્માણ પણ કરતા નથી. તેમનામાં માત્ર ભવધારણીય વૈક્રિય શરીર જ હોય છે અને તેમનાં સંસ્થાન સમચતુરસ જ હોય છે.
વૈક્રિય શરીરનું વિવેચન :
વૈક્રિય શરીર બે પ્રકારનાં કહ્યાં છે. બદ્ધ અને મુક્ત. જેઓ બદ્ધ છે તેઓ અસંખ્યાત છે. કાલથી અસંખ્યાત ઉત્સર્પિણીઓ અને અવસર્પિણીઓથી અપહૃત થાય છે. કાળથી અસંખ્યાત શ્રેણીઓ, પ્રત્તરનો અસંખ્યાતમો ભાગ, તેઓમાં જે મુક્ત છે તેઓ અન્ત છે અને અનંત ઉત્સર્પિણીઓ અને અવસર્પિણીઓથી અપહૃત થાય છે. કાળથી ઔદારિકના જેવા મુક્ત કહેવાય તેવા જ વૈક્રિયના પણ મુક્ત કહેવાવા જોઈએ.
કાળથી અસંખ્યાત ઉત્સર્પિણીઓ અને અવસર્પિણીઓનો જેટલો સમય હોય છે. તેટલો સમય બદ્ધ વૈક્રિય શરીર હોય છે ક્ષેત્રની અપેક્ષાએ બદ્ધ વૈક્રિય શરીર અસંખ્યાત શ્રેણી પ્રમાણ છે. શ્રેણીનું પ્રમાણ પ્રત્તરોનો અસંખ્યાતમો ભાગ માનેલ છે. તે શ્રેણીઓમાં જેટલા આકાશપ્રદેશોની સંખ્યા થાય છે. તેટલા જ પ્રમાણમાં બદ્ધ વૈક્રિય શરીર હોય છે.
મુક્ત વૈક્રિય શરીર અનંત છે. તેમની અનંતતા પૂર્વોક્ત ઔદારિક શરીરને સમજવા માટે કહ્યું છે કે અનંત ઉત્સર્પિણીઓ તેમ જ અવસર્પિણીઓમાં તેમનું અપહરણ થાય છે. અર્થાત્ એ બંને કાળોના એક એક સમયમાં એક એક વૈક્રિય શરીરનું અપહરણ થાય છે. તેનું તાત્પર્ય એ છે કે અનંત ઉત્સર્પિણીઓ અને અવસર્પિણીયોમાં જેટલા સમય થાય છે. તેટલા અનંત અહિં ગ્રહણ કરવા જોઈએ. અર્થાત્ મુક્ત વૈક્રિય શરીરોના પ્રમાણ એટલાં જ છે. આ રીતે જેવા મુક્ત ઔદારિક શરીરોનાં પ્રમાણ કહ્યાં છે. તેવા જ મુક્ત વૈક્રિય શરીરોના પણ પ્રમાણ સમજી લેવાં જોઈએ.
૧૫૨