________________
શરીર એક લાખ જોજન સુધીનાં હોય છે. પરંતુ તે ભવપર્યત સ્થાયી ન હોવાના કારણે અવ્યવસ્થિત હોતાં નથી. લબ્ધિ પ્રત્યયિક બે પ્રકારનું છે. એક તપશ્ચર્યાદિકથી મુનિઓને હોય તે ગુણપ્રત્યયિક અને બીજું વાઉકાય, ચક્રવર્તિ અને વાસુદેવ વગેરેને તપશ્ચર્યાદિક વિના જ કાર્ય પ્રસંગે બનાવી શકવાની શક્તિ હોય છે તે બન્નેને લબ્ધિ પ્રત્યયિક કહેવાય છે. વૈક્રિય શરીરના ભેદોનું વિવેચન":
વૈક્રિય શરીર બે પ્રકારનાં કહ્યાં છે. એકેન્દ્રિયનાં અને પંચેન્દ્રિયનાં વૈક્રિય શરીર. એકેન્દ્રિયમાં પણ વાયુકાયિક એકેન્દ્રિયમાં વૈક્રિય શરીર હોય છે. બાકીના એકેન્દ્રિયને ન હોય. વાયુકાયિકમાં પણ બાદર વાયુકાયિકોને હોય. સૂક્ષ્મ વાયુકાયિકોને ન હોય. બાદર વાયકાયિકમાં પણ પર્યાપ્ત બાદર વાયુકાયિકને વૈક્રિય શરીર હોય છે. અપર્યાપ્ત બાદર વાયુકાયિકને વૈક્રિય શરીર હોતાં નથી.
પંચેન્દ્રિયોમાં નારક પંચેન્દ્રિયને, તિર્યંચ પંચેન્દ્રિયને, મનુષ્ય પંચેન્દ્રિયને અને દેવ પંચેન્દ્રિયને વૈક્રિય શરીર હોય છે. નારકોમાં ૧થી ૭ નારકોમાં પર્યાપ્ત, અપર્યાપ્ત બધાને હેય છે.
તિર્યંચ પંચેન્દ્રિયોમાં સંમૂ૭િમ પંચેન્દ્રિય તિર્યચોમાં વૈક્રિય શરીર ન હોય. ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચોને હોય છે. ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચોમાં સંખ્યાત વર્ષની આયુવાળાને હોય છે. અસંખ્યાત વર્ષની આયુવાળાને નથી હોતાં. સંખ્યાત વર્ષની આયુવાળા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચોમાં પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળામાં હોય છે. અપર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળામાં ન હોય. પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળામાં જલચર, સ્થલચર, ઉરપર, ભુજપર, ખેચર ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચોને વૈક્રિય શરીર હોય છે.
મનુષ્ય પંચેન્દ્રિયમાં સંમૂછિમ મનુષ્યોને વૈક્રિય શરીર ન હોય, ગર્ભજ મનુષ્યોને હોય છે. ગર્ભજ મનુષ્યોમાં કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોમાં હોય છે. અકર્મભૂમિના કે અંતરદ્વીપના ગર્ભજ મનુષ્યોમાં ન હોય, કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોમાં પણ સંખ્યાત વર્ષની આયુવાળામાં હોય. અસંખ્યાત વર્ષની આયુવાળામાં ન હોય. સંખ્યાત વર્ષના કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોમાં પણ પર્યાપ્ત સંખ્યાત વર્ષના કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોમાં
૧૫૦