________________
“દંડક પ્રકરણ અને લઘુદંડકમાં અંતર”
(૧) દંડક પ્રકરણ અને લઘુદંડકમાં દ્વારોના ક્રમમાં ફેરફાર છે.
(૨) દંડક પ્રકરણમાં જ્ઞાન દ્વાર અને અજ્ઞાન દ્વાર બંને જુદાં બતાવેલ છે. લઘુદંડકમાં જ્ઞાનદ્વાર એક દ્વાર બતાવીને જ્ઞાન અને અજ્ઞાનની વિવક્ષા કરી છે. (૩) લઘુદંડકમાં મરણ દ્વારની વિવક્ષા કરી છે. દંડક પ્રકરણમાં મરણદ્વાર બતાવેલ નથી.
(૪) લઘુદંડકમાં સંશી-અસંશી દ્વા૨માં મનવાળા અને મનવિનાના જીવોની વ્યાખ્યા કરીને ભેદ પાડ્યા છે. દંડક પ્રકરણમાં ત્રણ પ્રકારની સંજ્ઞા બતાવીને તેની વ્યાખ્યા કરી છે.
(૫) દંડક પ્રકરણમાં એકેન્દ્રિય જીવોને સંઘયણ નથી એવું બતાવ્યું છે. જ્યારે લઘુદંડકમાં એકેન્દ્રિય જીવોને સેવાર્ત (છેવટું) સંઘયણ બતાવેલ છે.
(૪) પંચસંગ્રહગ્રંથ
(૧) સંજ્ઞામાર્ગણા
(૨) ઇન્દ્રિયમાર્ગણા
(૩) કાયમાર્ગણા
(૪) યોગમાર્ગણા
(૫) વેદમાર્ગણા
(૬) કષાયમાર્ગણા
(૭) જ્ઞાનમાર્ગણા
(૮) દર્શનમાર્ગણા
(૯) લેશ્યામાર્ગણા
૧૨૨