________________
(૧૭) મિથ્યાત્વકાર :
મિથ્યાત્વ એટલે નવતત્ત્વ સંબંધી વિપરીત રૂચિ. તેના પાંચ ભેદ છે. સંજ્ઞીના ૧૬ દંડકમાં પાંચ મિથ્યાત્વ છે. બાકીના દંડકમાં (૧) અનાભોગિક મિથ્યાત્વ છે. (૧૮) દૃષ્ટિ દ્વારઃ
સાચા ખોટાનું તત્ત્વપૂર્વક અવલોકન કરવું તેને દૃષ્ટિ કહેવાય. તેના ત્રણ પ્રકાર છે. દંડક પ્રકરણમાં તેનું વર્ણન છે. (૧૯) જ્ઞાન દ્વારઃ
જેના દ્વારા વસ્તુનું સ્વરૂપ જાણીએ, ગુણ પર્યાયે કરી વસ્તુનો નિર્ણય યથાર્થપણે કરીએ તેનું નામ જ્ઞાન છે. તેના પાંચ પ્રકાર છે. દંડક પ્રકરણમાં તેનું વર્ણન છે. - (૨૦) અજ્ઞાન દ્વારઃ
મિથ્યાત્વના ઉદયે કરીને મિથ્યાત્વીના જાણવાપણાને અજ્ઞાન કહેવાય. અજ્ઞાનના ત્રણ પ્રકાર છે. દંડક પ્રકરણમાં તેનું વર્ણન છે. (૨૧) દર્શન દ્વાર :
સમાન્યપણે નિરાકરોપયોગરૂપ વસ્તુનો જે અવબોધ તેનું નામ દર્શન. તેના ચાર પ્રકર છે. દંડક પ્રકરણમાં તેનું વર્ણન છે. (૨૨) ઉપયોગ દ્વારઃ
ઉપયોગ એટલે વસ્તુને ઓળખવા અને જાણવા વિશે જે વ્યાપાર થાય તેનું નામ ઉપયોગ છે. તેના બે પ્રકાર છે. દંડક પ્રકરણમાં તેનું વર્ણન છે. (૨૩) ચારિત્ર દ્વારઃ
દ્રવ્યથી સાવઘયોગનો ત્યાગ અને ભાવથી જીવના શુદ્ધ સ્વભાવમાં લઈ જાય તે ચારિત્ર છે. તેના પાંચ પ્રકાર છે. બાકીના દંડકોમાં ચારિત્ર નથી. તેમાં માત્ર મનુષ્યનો દંડક છે. (૨૪) નિયંઠા દ્વાર :
તેમાં છ પ્રકારના નિયંઠા બતાવ્યા છે. એક મનુષ્યના દંડકમાં, છ એ નિયંઠા