________________
(૪૧) લબ્ધિ દ્વાર :
લબ્ધિ એટલે આત્માની શક્તિ. તે અંતરાય કર્મનો ક્ષય તથા ક્ષયોપશમથી પ્રગટ થાય છે, તે પાંચ પ્રકારની છે.
(૧) દાનલબ્ધિ (૨) લાભલબ્ધિ (૩) ભોગ લબ્ધિ (૪) ઉપભોગ લબ્ધિ અને (૫) વીર્યલબ્ધિ. લાયક દાનાદિ પાંચ લબ્ધિઓ મનુષ્યના દંડકમાં છે. બાકીની ૨૩ દંડકમાં નથી. જ્યારે ક્ષયોપશમ દાનાદિ પાંચ લબ્ધિ ૨૪ દંડકમાં છે. (૪૨) આત્માકાર :
આત્મા આઠ પ્રકારના છે. (૧) દ્રવ્યાત્મા (૨) કષાયાત્મા (૩) યોગાત્મા (૪) ઉપયોગાત્મા (૫) જ્ઞાનાત્મા (૬) દર્શનાત્મા (૭) ચારિત્રાત્મા અને (૮) વીર્યાત્મા. મનુષ્યના દંડકમાં આઠ આત્મા છે. મનુષ્ય સિવાયના બાકીના ત્રસના ૧૮ દંડકમાં ચારિત્ર આત્મા વર્જીને સાત આત્મા છે અને પાંચ સ્થાવરમાં જ્ઞાનાત્મા અને ચારિત્રાત્મા વર્જીને બાકીના ૬ આત્મા છે. (૪૩) વેદના દ્વાર :
વેદવું, ભોગવવું તેને વેદના કહે છે. વેદના ચોવીશે દંડકમાં છે. (૪) ભવ્ય અભવ્ય દ્વારઃ
ભવિષ્યમાં જેઓ મોક્ષ પદ પામી શકે એવી યોગ્યતાવાળા ભવ્ય કહેવાય છે. અને કોઈ પણ કાળમાં જેઓ મોક્ષ પામવાની યોગ્યતા ન મેળવી શકે તેને અભવ્ય કહેવાય છે. ચોવીસે દંડકમાં બન્ને બોલ છે. (૪૫) પશદ્વાર :
પક્ષ બે પ્રકારના છે. (૧) શુક્લપક્ષી જીવ અને (૨) કૃષ્ણ પક્ષી જીવ (૧) જે જીવ દેશે ઉણા અર્ધ પુદ્ગલ પછી અવશ્ય મોક્ષે જાય તેને શુક્લપક્ષી જીવ કહે છે. (૨) જે જીવને દેશે ઉણા અર્ધ પુદ્ગલ પરાવર્તન ઉપરાંત હજી સંસારમાં પરિભ્રમણ કરવું છે તેને કૃષ્ણપક્ષી જીવ કહે છે. ચોવીસે દંડકમાં બંને બોલ છે.
૧૦૨